સુકેશ ચંદ્રશેખર કેસમાં EDનો મોટો ખુલાસો, બોલિવુડની આ 3 અભિનેત્રીઓને પણ મળી હતી મોંઘી ભેટ

|

Feb 23, 2022 | 6:00 PM

નોરા ફતેહી પર પણ સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી ગિફ્ટ અને લક્ઝરી કાર લેવાનો આરોપ લાગેલો છે. ED દ્વારા નોરાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.

સુકેશ ચંદ્રશેખર કેસમાં EDનો મોટો ખુલાસો, બોલિવુડની આ 3 અભિનેત્રીઓને પણ મળી હતી મોંઘી ભેટ
jacquline with sukesh (Viral Photo)

Follow us on

ઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar)ના કેસ મામલે EDએ આજે મોટો ખુલાસો કર્યો છે. સુકેશે માત્ર અભિનેત્રી જેકલીનને (Jacqueline Fernandez) જ નહીં, પરંતુ જાહ્નવી કપૂર (Jhanvi Kapoor), નોરા ફતેહી (Nora Fatehi), સારા અલી ખાન (Sara Ali Khan) અને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)ને પણ મોંઘી ભેટ આપી હોવાનું સામે આવ્યું છે. અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સાથેની તેની તસવીરો જે વાયરલ થઈ હતી, તેણે દરેકના હોંશ ઉડાવી દીધા હતા. તેણે અનેક અભિનેત્રીઓને મુર્ખ બનાવી હોવાનું પણ સામે આવ્યું છે.

જેકલીનની પોલ આ રીતે ખુલ્લી

આ કેસમાં EDએ પહેલા જ ચાર્જશીટ દાખલ કરી હતી. જે મુજબ સુકેશે જેકલીનને કરોડો રુપિયાની ગિફટ્સ આપી છે, જેમાં હીરાના દાગીના ઉપરાંત લક્ઝરી કાર, 52 લાખની કિંમતનો ઘોડો અને તેનાથી વધુ મોંઘી બિલાડીઓ પણ સામેલ છે, જેને જેક્લીન તેના ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ પણ કરી ચુકી છે. આ સિવાય સુકેશના ફોનમાંથી જેકલીન સાથે બંનેની નિકટતાની પળો જોઈને દુનિયા સમક્ષ જેકલીનની પોલ ખુલી ગઈ હતી. ત્યારે જેકલીને ગભરાઈને મીડિયાને અપીલ પણ કરી હતી કે, તેના સુકેશ સાથેના આવા અંગત ફોટા મહેરબાની કરીને પ્રેસમાં ન છાપે.

નોરા ફતેહી બની સરકારી સાક્ષી

નોરા ફતેહી પર પણ સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી ગિફ્ટ અને લક્ઝરી કાર લેવાનો આરોપ લાગેલો છે. ED દ્વારા નોરાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. જ્યાં નોરાએ ખુદ ફસાઈ જતા ડરીને બધુ સત્ય કબુલ કરી લીધુ હતુ અને પોતાને પીડિતા જાહેર કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નોરાએ આગળ જણાવ્યું કે તેણીને સુકેશના બેકગ્રાઉન્ડ વિશે કોઈ જ ખ્યાલ નથી, સુકેશ સાથે નોરાની તેના મેકઅપ આર્ટિસ્ટ દ્વારા મુલાકાત થઈ હતી. જેમાં સુકેશની પત્ની મારિયાની પણ મહત્વની ભૂમિકા હતી. આ કેસમાં સુકેશની સાથે મારિયા પણ આરોપી છે. નોરાએ તેની લક્ઝરી કાર વિશે જણાવ્યું કે તેણે આ કાર ચેન્નાઈમાં એક ઈવેન્ટ માટે ફી તરીકે સુકેશ પાસેથી લીધી હતી. તેણી સુકેશ સાથે કોઈપણ પ્રકારની મની લોન્ડરીંગ કેસમાં સામેલ નહોતી.

આ પણ વાંચો: Gangubai Controversy: બોમ્બે હાઈકોર્ટ હાથ ધરી સુનાવણી, ભણસાલીના વકીલે અરજદારો પર લગાવ્યો ગંભીર આરોપ

આ પણ વાંચો: Most Beautiful Building: દુબઈમાં ‘દુનિયાની સૌથી સુંદર ઈમારત’નું ઉદ્ઘાટન, બનાવવામાં લાગ્યા 9 વર્ષ, જુઓ તસવીરો

Published On - 5:53 pm, Wed, 23 February 22

Next Article