Mahaan Trailer : સુપરસ્ટાર વિક્રમની ‘મહાન’નું ટ્રેલર થયુ રીલિઝ, પહેલી વાર પુત્ર ધ્રુવ સાથે મચાવશે ધમાલ

પહેલા વિક્રમની આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીની સ્થિતિને કારણે હવે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

Mahaan Trailer : સુપરસ્ટાર વિક્રમની મહાનનું ટ્રેલર થયુ રીલિઝ, પહેલી વાર પુત્ર ધ્રુવ સાથે મચાવશે ધમાલ
Mahaan Trailer Released
| Edited By: | Updated on: Feb 03, 2022 | 4:00 PM

Mahaan Trailer :  સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ જેને ચિયાન વિક્રમ (Chiyaan Vikram) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની આગામી ફિલ્મ ‘મહાન’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે આ ફિલ્મ દ્વારા વિક્રમ પ્રથમ વખત તેના પુત્ર ધ્રુવ વિક્રમ (Dhruva Vikram) સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં વિક્રમ અને ધ્રુવ વિક્રમ ઉપરાંત બોબી સિમ્હા અને સિમરન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં એક્શનની સાથે ડ્રામા અને ઈમોશન પણ છે.

શું ધ્રુવ અને વિક્રમની જોડી દર્શકોના દિલ જીતી શકશે ?

કાર્તિક સુબ્બારાજ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મહાન’ ઉત્તર મદ્રાસના ગુંડાઓ પર આધારિત એક થ્રિલર ફિલ્મ છે. નિર્માતાઓએ જે ફિલ્મના ટ્રેલરમાં રિલીઝ કર્યું છે, તેમાં તમે વિક્રમને સૌથી પહેલા એક શિક્ષકની ભૂમિકામાં જોશો, જેની પાસે મહાન બનવા મથામણ કરે છે. પરિવારથી લઈને સમાજ સુધીના લોકો તેના આ વલણને કારણે તેને ટોણા મારતા હોય છે. બાદમાં સ્ટોરીમાં વળાંક આવે છે જ્યારે તે મહાન બનવાના તેના જુસ્સાને ફરીથી શોધે છે, જ્યાં લોકો તેનાથી ડરતા હોય છે અને તેની પૂજા કરે છે અને તે કુખ્યાત ગેંગસ્ટર બની જાય છે.

જુઓ ફિલ્મનુ ટ્રેલર

ફિલ્મમાં પણ ધ્રુવ વિક્રમના પુત્રની ભૂમિકામાં જોવા મળશે, જે એક બદમાશનો રોલ કરે છે. ફિલ્મનું ટ્રેલર જોઈને લાગે છે કે દર્શકોનું ઘણુ મનોરંજન થશે. આ ફિલ્મમાં તમને એક્શન જોવા મળશે. વિક્રમ અને ધ્રુવના ચાહકો પિતા-પુત્રની જોડીને સ્ક્રીન પર એકસાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

તેના એક નિવેદનમા વિક્રમે કહ્યુ હતુ કે, આ ફિલ્મ પ્રેક્ષકોને એક્શન અને ડ્રામા સાથે આકર્ષિત કરવામાં સક્ષમ હશે. ફિલ્મમાં મારા પાત્રના ઘણા શેડ્સ છે અને જેમ જેમ સ્ટોરી આગળ વધે છે તેમ થયેલો બદલાવ ખૂબ જ રસપ્રદ છે.

 

આ પણ વાંચો : MTV Roadies: 18 વર્ષ બાદ હોસ્ટ રણવિજય સિંહે શોને કહ્યું અલવિદા, જાણો કોણ બનશે શોના નવા હોસ્ટ ?

Published On - 4:00 pm, Thu, 3 February 22