મૈસુર હોમ ડેકોર, લાકડાનું ઇન્ટિરિયર… પંકજ ત્રિપાઠીનું હોલિડે હોમ છે એકદમ અનોખું ! જુઓ Video

બોલિવૂડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી પોતાના સરળ સ્વભાવ માટે જાણીતા છે. તેમની લાઇફસ્ટાઇલ એકદમ સિંપલ છે. તેમની જેમ જ તેમનું હોલિડે હોમ પણ સાદગી, કુદરતી સૌંદર્ય અને પરંપરાગત ભારતીય કલાથી સજ્જ છે.

મૈસુર હોમ ડેકોર, લાકડાનું ઇન્ટિરિયર... પંકજ ત્રિપાઠીનું હોલિડે હોમ છે એકદમ અનોખું ! જુઓ Video
Pankaj Tripathi Inside Home
Image Credit source: AI Generated
| Updated on: Jul 19, 2026 | 2:02 PM

બોલિવૂડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી પોતાના સરળ સ્વભાવ માટે જાણીતા છે. તેમની લાઇફસ્ટાઇલ એકદમ સિંપલ છે. તેમની જેમ જ તેમનું હોલિડે હોમ પણ સાદગી, કુદરતી સૌંદર્ય અને પરંપરાગત ભારતીય કલાથી સજ્જ છે. તેમના આ હોલિડે હોમનું નામ ‘રૂપકથા’ છે. જે બંગાળી ભાષામાં લોકકથા અથવા પરીકથાના અર્થ સાથે જોડાયેલું માનવામાં આવે છે. પંકજ ત્રિપાઠીના જણાવ્યા મુજબ આ નામની પ્રેરણા બંગાળની સંસ્કૃતિમાંથી લેવામાં આવેલી છે.

ઘરમાં રાખેલી ખુરશીઓ ફર્નિચર લાકડામાંથી તૈયાર કરવામાં આવી છે. ખુરશીઓના આંતરિક સજાવટમાં પણ નાના લાકડાના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ઘરને અનોખો લુક આપે છે. આ ખાસ પ્રકારનું વુડન ડેકોરેશન મૈસુરના કારીગરોએ તૈયાર કર્યું હોવાનું જણાવવામાં આવે છે.

પંકજ ત્રિપાઠીને રસોઈ બનાવવાનો શોખ છે

પંકજ ત્રિપાઠીને રસોઈ બનાવવાનો પણ ખૂબ જ શોખ છે. જ્યારે તેઓ પોતાના હોલિડે હોમમાં સમય વિતાવે છે ત્યારે ઘણીવાર પોતે જ રસોઈ બનાવવાનું પસંદ કરે છે. તેમની લાઇફસ્ટાઇલમાં સાદગી સ્પષ્ટ જોવા મળે છે. તેઓ ફ્રિજનું ઠંડું પાણી પીવાની જગ્યાએ માટલામાં રાખેલું પાણી પીવાનું વધુ પસંદ કરે છે. જે ભારતીય પરંપરા પ્રત્યેનો તેમનો લગાવ દર્શાવે છે.

પંકજ ત્રિપાઠીના હોલિડે હોમની વિશેષતા

ઘરની બહાર આવેલો બગીચો પણ આ હોલિડે હોમની વિશેષતા છે. અહીં ફણસ અને આંબાના વૃક્ષો લગાવવામાં આવ્યા છે. જે ઘરને કુદરતી વાતાવરણ આપે છે. પંકજ ત્રિપાઠી શાંતિ અને આરામનું સ્થળ પસંદ કરે છે. પંકજ ત્રિપાઠીનું હોલિડે હોમ દર્શાવે છે કે માત્ર મોંઘી સજાવટ જરૂરી નથી. કુદરત, સાદગી, પરંપરા અને પોતાના મૂળ સાથેનો સંબંધ જ ઘરને સાચા અર્થમાં વિશેષ બનાવે છે.

નોંધ: ઉપરોક્ત માહિતી ઉપલબ્ધ વિગતોના આધારે તૈયાર કરવામાં આવેલી છે.

આ પણ વાંચો, Celebrities Film Stars House : અંદરથી આવું દેખાય છે ગોવિંદાનું આલીશાન ઘર, સુનીતાની વાસ્તુ ટ્રિક્સ જાણીને રહી જશો દંગ ! Video 

Published On - 1:44 pm, Sun, 19 July 26

Follow Us