Janmashtami 2021: આ બોલિવૂડ ગીતો સાથે બનાવો કાનુડાના જન્મદિવસને ખાસ, સાંભળીને તમે પણ ઝૂમી ઉઠશો

|

Aug 30, 2021 | 8:03 AM

જન્માષ્ટમી (Janmashtami 2021) સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી નિમિત્તે તમે આ તહેવારને બોલીવુડ ગીતોથી વિશેષ બનાવી શકો છો.

Janmashtami 2021: આ બોલિવૂડ ગીતો સાથે બનાવો કાનુડાના જન્મદિવસને ખાસ, સાંભળીને તમે પણ ઝૂમી ઉઠશો
Celebrate Janmashtami 2021 with these bollywood krishna songs

Follow us on

આજે કૃષ્ણ જન્માષ્ટમી (Janmashtami 2021) નો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ‌‌) ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઇ જાય છે. મથુરા હોય કે દ્વારકા, દરેક જગ્યાએ આ તહેવાર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.

ડાંસ અને ગીતો વિના કોઈપણ ઉજવણી ક્યાં પૂર્ણ થાય છે? બોલિવૂડમાં શ્રી કૃષ્ણ (krishna songs) પર ઘણા ગીતો બન્યા છે. જે તમે આજના ખાસ પ્રસંગે સાંભળી શકો છો અને તમે તેના પર ભક્તિમાં લીન થઈને ડાન્સ પણ કરી શકો છો. આ બોલિવૂડ ગીતો તમારી ઉજવણીના આનંદમાં વધારો કરશે. આજે જન્માષ્ટમી નિમિત્તે અમે તમને કૃષ્ણ કન્હૈયા પર બનેલા આવા જ કેટલાક ગીતો વિશે જણાવીએ છીએ.

રાધે રાધે (ડ્રીમ ગર્લ)

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ રાધાજી વગર અધૂરા છે. બહુ ઓછા ગીતો હશે જેમાં બંનેના નામ એક સાથે આવ્યા નથી. આવું જ એક આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લનું રાધે-રાધે ગીત છે. આ ગીત નુસરત ભરૂચા અને આયુષ્માન ખુરાના પર ફિલ્માવવામાં આવ્યું છે. આયુષ્માન ગીતમાં રાધા અને કૃષ્ણ બંને પાત્રોમાં દેખાયા છે.

રાધા (સ્ટુડન્ટ ઓફ ધ યર)

આ ગીત ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીતની ધૂન તમને દરેકને ડાન્સ કરાવી દે એવી છે. આ ગીત શ્રેયા ઘોષાલ અને ઉદિત નારાયણે ગાયું છે.

રાધા કૈસે ન જલે

આમિર ખાનની ફિલ્મ લગાનનું આ ગીત આજે પણ ખૂબ પ્રખ્યાત છે. આમિર અને ગ્રેસી સિંહે આ ગીત પર ખૂબ જ સારો ડાન્સ કર્યો છે.

ગો ગો ગોવિંદા (Oh my God)

આ ગીત અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ઓહ માય ગોડનું છે. જેના પર સોનાક્ષી સિંહા અને પ્રભુદેવાએ જોરદાર ડાન્સ કર્યો છે. આ ગીત દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે વગાડવામાં આવે છે.

મોહે રંગ દો લાલ (બાજીરાવ મસ્તાની)

ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે દીપિકા પાદુકોણે આ ગીત ગાયું છે. મોહે રંગ દો લાલ, નંદ કે લાલ સોંગ સિંગર શ્રેયા ઘોષાલે ગાયું છે.

ગોવિંદા આલા રે (બ્લફ માસ્ટર)

શમ્મી કપૂરની ફિલ્મ બ્લફ માસ્ટરના આ ગીત વગર દરેક ઉજવણી અધૂરી છે. આજે પણ આ ગીત સુપરહિટ છે અને તેના પર ડાન્સ કરવાથી કોઈ પોતાની જાતને રોકી શકતું નથી.

 

આ પણ વાંચો: Bigg Boss 15 માં જોવા મળશે સલમાન ખાનની નવી સ્ટાઇલ, સપ્ટેમ્બર નહીં, હવે આ મહિને શરૂ થશે આ વિવાદાસ્પદ શો

આ પણ વાંચો: Super Dancer Chapter 4 : ફ્લોરિના, પૃથ્વીરાજ, ઈશા સાથે મધુ અને શિલ્પા શેટ્ટી કરશે ધમાલ, જુઓ વીડિયો

Next Article