Breaking News : થાલાપતિ વિજય પછી ધનુષ રાજકારણમાં એન્ટ્રી કરશે, અટકળો શરુ થઈ

Dhanush : સાઉથ અભિનેતા ધનુષ પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતો છે પરંતુ હવે એવી અટકળો ચાલી રહી છે કે, અભિનેતા રાજકારણમાં પણ એન્ટ્રી લઈ શકે છે. ધનુષનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. ત્યારબાદ અટકળો ચર્ચામાં આવી છે.

Breaking News : થાલાપતિ વિજય પછી ધનુષ રાજકારણમાં એન્ટ્રી કરશે, અટકળો શરુ થઈ
| Updated on: Jul 28, 2026 | 9:15 AM

અભિનેતા અને નિર્દેશક ધનુષ રાજકારણમાં એન્ટ્રીને લઈ અટકળો શરુ થઈ છે. હાલમાં તેમણે પોતાના ચાહકોને અપીલ કરી કે,તેઓ પોતાને ફિલ્મ સંબંધિત કાર્યક્રમો સુધી મર્યાદિત ન રાખે, પરંતુ તેમની એકતાનો ઉપયોગ સમાજ સેવા અને જન કલ્યાણમાં કરે. અભિનેતાએ આ નિવેદન આપતાની સાથે જ, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જેનાથી એવી અટકળો શરૂ થઈ ગઈ કે શું ધનુષ પણ રાજકારણમાં પ્રવેશ કરશે.

તેમનું આ નિવેદન એક ફેન ક્લબ દ્વારા આયોજિત રક્તદાન શિબિર દરમિયાન સામે આવ્યું હતુ. કેટલાક લોકો આને તમિલનાડુના મુખ્યમંત્રી બનેલા થલાપતિ વિજયના પગલે ચાલવાનો સંકેત માની રહ્યા છે. તો ચાલો જાણીએ આખો મામલો શું છે.

ધનુષનું નિવેદન વાયરલ

હાલમાં અભિનેતા ધનુષ એક બ્લડ ડોનેશન કેમ્પમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેમણે પોતાના ચાહકોને સંબોધિત કરતા કહ્યું કે, મોટી સંખ્યામાં લોકોને એક સાથે જોડવા પોતાનામાં મોટી તાકત છે. તેમણે કહ્યું એકજુથતાનો ઉપયોગ માત્ર ઓડિયો લોન્ચ કે ફેન મીટિંગ સુધી સીમિત રહેવો જોઈએ નહી. પરંતુ આને લોકોની ભલાઈ માટે પણ ઉપયોગ કરવો જોઈએ.

ધનુષે કહ્યું આટલા બધા લોકો એકઠા થયા છે. આ પ્રકારની એકજુથતામાં ખુબ મોટી તાકાત હોય છે. આપણે આને સાચી દિશા દેવી જોઈએ. માત્ર ઓડિયો લોન્ચ અને મીટિંગ્સ સુધી સીમિત રહેવા કરતા આપણે વધારે જનકલ્યાણનું કામ કરવું જોઈએ.આપણા વિસ્તારના લોકઅ ને આસપાસ રહેતા પરિવારની જરુરતો સમજવી જોઈએ તેમજ જેટલી મદદ કરી શકીએ. કરો. હું ઇચ્છું છુ કે, મને તમારા પર વધારે ગર્વ થાય મને વિશ્વાસ છે કે, તમે જરુર આવું કરશો.

નિવેદન પછી રાજકારણમાં એન્ટ્રીની અટકળો

ધનુષનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો તેની રાજનીતિમાં એન્ટ્રીને લઈ ચર્ચાઓ લગાવવાનું શરુ કર્યું છે. લોકોનું કહેવું છે કે, તે જે રીતે ભાષણ આપી રહ્યા હતા. તેનાથી અંદાજો લગાવી શકાય કે, તે રાજકારણમાં આવશે. એક યુઝરે કહ્યું ધનુષની રાજકારણમાં એન્ટ્રીની રાહ જોવાય રહી છે. કદાચ વિજયની પાર્ટી ટીવીકેમાં સામેલ થશે. હાલમાં ધનુષે રાજકારણમાં આવવાને લઈ કોઈ જાહેરાત કરી નથી.

નેશનલ એવોર્ડ વિવાદ પર બોલ્યો ધનુષ

આ કાર્યક્રમ દરમિયા ધનુષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એવોર્ડને લઈ ચાલી રહેલી ચર્ચા પર પોતાનું રિએક્શન આપ્યું હતુ. તેમણે કહ્યું વર્ષ 2024માં તેના નિર્દેશિત ફિલ્મ રાયનથી અનેક સુંદર તમિલ ફિલ્મો હતી. એ પણ કહ્યું કે, લોકો આ વાતનો જશ્ન મનાવવો જોઈએ કે, એક જ વર્ષમાં એક તમિલ અભિનેતાને 2 રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે.તમને જણાવી દઈએ કે, ધનુષ ફિલ્મ કૈપ્ટન મિલર માટે સ્પેશિયલ મેન્શન સન્માન મળ્યું છે. જ્યારે તેના નિર્દેશિત ફિલ્મ રાયનને સર્વશ્રેષ્ઠ તમિલનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે.

23 વર્ષની ઉંમરે અભિનેતાએ કર્યા હતા લગ્ન, 20 વર્ષ બાદ છૂટાછેડા લીધા આવો છે ધનુષનો પરિવાર અહી ક્લિક કરો

 

Follow Us