Breaking News : Hanuman Ansh પાર્ટ-2માં જોવા મળશે વિરાટ-અનુષ્કા! પ્રોડ્યુસરે ફિલ્મને લઈને કર્યા મોટા ખુલાસા

'હનુમાન અંશ' હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે અને ટિકિટ બારી પર મજબૂત પકડ જાળવી રાખી છે. આ સફળતા વચ્ચે, એવી અટકળો ચાલી રહી છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફિલ્મના આગામી ભાગોમાં સંભવિત રીતે નાની ભૂમિકા (કેમિયો)માં જોવા મળી શકે છે.

Breaking News : Hanuman Ansh પાર્ટ-2માં જોવા મળશે વિરાટ-અનુષ્કા! પ્રોડ્યુસરે ફિલ્મને લઈને કર્યા મોટા ખુલાસા
Virat Anushka in Hanuman Ansh Part 2
| Updated on: Sep 10, 2026 | 9:43 AM

નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ભક્તિમય ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે અને ટિકિટ બારી પર મજબૂત પકડ જાળવી રાખી છે. આ સફળતા વચ્ચે, એવી અટકળો ચાલી રહી છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફિલ્મના આગામી ભાગોમાં સંભવિત રીતે નાની ભૂમિકા (કેમિયો)માં જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે નિર્માતા નમ્રતા સિંહ આ વિશે શું કહે છે.

ઘણી હસ્તીઓએ આ ફિલ્મ જોઈ

એ જાણીતી વાત છે કે આ ફિલ્મ વિશાળ પ્રેક્ષકવર્ગને આકર્ષી રહી છે, જેમાં અનેક સેલિબ્રિટીઝનો પણ સમાવેશ થાય છે જેમણે આ ફિલ્મ જોઈ છે અને તેના ખૂબ વખાણ કર્યા છે. આ પછી, ફિલ્મના દિગ્દર્શકે પણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ ફિલ્મ જુએ તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દેખાશે પાર્ટ 2માં?

આ ચર્ચા વચ્ચે, નિર્માતા નમ્રતા સિંહે આ બાબતે એક નવું નિવેદન આપ્યું છે. તેમણે ભવિષ્યમાં આવનાર ભાગોમાં અનેક સેલિબ્રિટી દેખાઈ શકે છે તે અંગે જણાવ્યું છે ત્યારે ફિલ્મ પ્રોડ્યુસર ઘણા સેલિબ્રિટીના કોન્ટેક્ટમાં પણ છે તેમજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના કેમિયોની શક્યતા અંગે વાત કરી હતી. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં, તેમણે ખુલાસો કર્યો કે આ પ્રોજેક્ટની કલ્પના શરૂઆતથી જ એક ટ્રાયોલોજી (ત્રણ ફિલ્મોની શ્રેણી) તરીકે કરવામાં આવી હતી.

નિર્માતા નમ્રતા સિંહે શું કહ્યું?

નમ્રતાએ એ પણ ઉલ્લેખ કર્યો કે આગામી ભાગમાં એ દર્શાવવામાં આવશે કે કેવી રીતે નીમ કરોલી બાબાની આધ્યાત્મિક યાત્રા વૈશ્વિક સ્તરે લોકો સુધી પહોંચી. ‘બોલિવૂડ હંગામા’ સાથેના એક ઈન્ટરવ્યુમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વિરાટ અને અનુષ્કા જેવા સ્ટાર્સ બીજા ભાગમાં કેમિયો કરી શકે છે, ત્યારે તેમણે કહ્યું કે તેમણે તેમાંથી કેટલાકનો સંપર્ક કર્યો હતો અને તેઓ પહેલેથી જ આ ફિલ્મ વિશે જાણતા હતા.

કેચીધામની વાર્તા ભારતીય ભક્તો વિશે– નમ્રતા

ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કા નીમ કરોલી બાબા સાથે આધ્યાત્મિક જોડાણ ધરાવે છે અને ઘણી વખત તેમના કાઈંચી ધામ આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે. વધુમાં, નમ્રતાએ જણાવ્યું હતું કે ભારતમાં હજારો ભક્તો છે જેમનાં જીવનને તેમણે સ્પર્શ કર્યો છે, અને તેઓ નિઃશંસયપણે સર્વોપરી છે. તેમણે ટિપ્પણી કરી હતી કે કાઈંચીની વાર્તા મૂળભૂત રીતે ભારતીય ભક્તો વિશે છે.

ફિલ્મ ‘હનુમાન અંશ’: એક મોટો સરપ્રાઈઝ હિટ

તેમણે ઉલ્લેખ કર્યો કે આગામી ફિલ્મ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરશે કે કેવી રીતે તેમણે વિદેશીઓને – પછી તે સ્ટીવ જોબ્સ હોય, માર્ક ઝુકરબર્ગ હોય, ટ્વિટરના સ્થાપક જેક ડોર્સી હોય કે જુલિયા રોબર્ટ્સ હોય – આધ્યાત્મિક ઊર્જા પ્રદાન કરીને ભારતને વૈશ્વિક નકશા પર મૂક્યું. ‘હનુમાન અંશ’ ફિલ્મ ૨૦૨૬ની સૌથી મોટી આશ્ચર્યજનક હિટ ફિલ્મોમાંની એક છે, જેણે બોક્સ-ઓફિસ પર પ્રભાવશાળી કમાણી કરી છે.

Celebrities Film Stars House : વિશાલ દદલાનીનું પુણે સ્થિત આલીશાન ફાર્મહાઉસ, પૂલ એરિયાથી લઈ પ્રકૃતિના નજારા સુધી ! જુઓ ઇનસાઇડ તસવીરો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.