Breaking News : ‘કુમકુમ ભાગ્ય’ ની ફેમસ અભિનેત્રીએ સાડીથી ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

Sanchita Ugale Dies By Suicide : ટીવીની દુનિયામાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ટીવીની દુનિયાનો ફેમસ ચેહરો અને છાવા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સંચિતા ઉગલે ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી છે.

Breaking News : કુમકુમ ભાગ્ય ની ફેમસ અભિનેત્રીએ સાડીથી ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
| Updated on: Jun 15, 2026 | 1:34 PM

TV actress Sanchita Ugale Suicide: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. સીરિયલ અને બોલિવુડની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર અભિનેત્રીએ 30 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી છે. હજુ આત્મહત્યા મામલો કોઈ કારણ સામે આવ્યું નથી. અભિનેત્રી ચાહકોમાં ખુબ જ ફેમસ હતી. તે ટીવીની દુનિયામાં એક્ટિવ રહેવાની સાથે ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

800 કરોડની ફિલ્મમાં કર્યું હતું કામ

3 વર્ષ પહેલા 2023માં સંચિતાએ કંટીન્યુટી આટિસ્ટ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેમણે એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો હતો. તેમણે ખુબ ઓછા સમયમાં પોતાનું નામ કમાયું છે. સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હતી. તે વિક્કી કૌશલની 800 કરોડની ફિલ્મ છાવામાં પણ જોવા મળી ચૂકી હતી. અભિનેત્રીના નિધનથી ચાહકો પણ ચોંકી ગયા છે. હવે બધા એ જાણવા માંગે છે કે, અભિનેત્રીએ આત્મહત્યા ક્યા કારણોસર કરી છે.

 

 

પોલીસની જાણકારીમાં શું સામે આવ્યું?

સુત્રોના જણાવ્યા મુજબ આ ઘટના રવિવાર સાંજની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે, અભિનેત્રી પોતાના માતા-પિતા અને બહેનની સાથે નાલાસોપારા વિસ્તારમાં રહેતી હતી. જે સમયે આ ઘટના બની ત્યારે તે ઘરમાં એકલી હતી. પોલીસે જણાવ્યું કે, અભિનેત્રીએ સાડીથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પોલીસે આગળ જણાવ્યું કે, મહિલાની પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઈડ નોટ મળી નથી. હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલું છે.

અભિનેત્રી ભલે ઈન્ડસ્ટ્રીમાં વધારે સમય થયો નથી પરંતુ તેમ છતાં તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચેહરો બની ગઈ હતી. તે બ્લોકબસ્ટર ફિલ્મ છાવામાં જોવા મળી હતી. તેમજ મનોજ બાજપેયીની ફિલ્મ સાઈલન્સ 2માં પણ જોવા મળી હતી. હાલમાં અભિનેત્રીના પરિવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. પોલીસ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહી છે.

ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

Published On - 1:20 pm, Mon, 15 June 26

Follow Us