
તમિલનાડુમાં 23 એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણી છે. અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પ્રચાર કરવામાં કોઈ કસર છોડી નથી. હાલમાં તે કન્યાકુમારીમાં સાઈકલ પર રેલી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક એવી ઘટના બની જેની ચાહકો હવે મજાક ઉડાવી રહ્યા છે. એક ચાહકે સાઈકલ ચલાવી રહેલા થલાપતિ વિજય પર ફેલ ફેક્યા હતા. અભિનેતા ડરી ગયો તેને લાગ્યું કે, આ બોમ્બ છે અને તે સાઈકલ છોડી ભાગતો જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયા પર થલાપતિ વિજયની રેલીનો વીડિયો સામે આવ્યો છે. જે હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં થલાપતિ વિજય સાઈકલ ચલાવતો જોવા મળી રહ્યો છે. તે સ્માઈલ કરી તેના સમર્થકો અને ચાહકો સાથે હાથ મીલાવતો હતો. ત્યારે એક ચાહકે તેના પર ફુલ ફેક્યા હતા. આ જોઈ વિજય થલાપતિ ડરી ગયો હતો અને સાઈકલ છોડી ભાગ્યો હતો.
A video taken down by @TVKVijayHQ is now going viral everywhere.
During his cycle campaign, Vijay suddenly threw his cycle and ran back as if it was a bomb when a fan tried to shower flowers on him. pic.twitter.com/imuDSz245j
— Telangana Maata (@TelanganaMaata) April 13, 2026
આ વીડિયો પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું આ વીડિયોમાં થલાપતિ વિજયને પોતાનું ફ્યુચર દેખાયું છે. તો કોઈએ લખ્યું ઓસ્કર પરફોર્મન્સ, ફુલ ફેકનારને ડીએમકેને 1 કરોડનું ઈનામ આપવું જોઈએ.
બીજી બાજુ થલાપતિ વિજય પોતાની ફિલ્મ જન નાયકનને લઈ ચર્ચામાં છે. જે લાંબા સમયથી વિવાદમાં ફસાયેલી છે. તેમજ રિલીઝ થઈ નથી. જન નાયકન 9 જાન્યુઆરી 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. પરંતુ સેન્સરના ચકકરમાં ફસાય ગઈ છે. હજુ આ મામલો શાંત થયો હતો. ફિલ્મના કેટલાક પાર્ટ સોશિયલ મીડિયા પર લીક થયા છે. જેનાથી મેકર્સમાં પણ હડકંપ મચી ગયો છે. આખી સાઉથ ઈન્ડસ્ટ્રી જન નાયકનની ઓનલાઈન લીક થવા પર ગુસ્સો કર્યો હતો.