Breaking News : પેન ઈન્ડિયા ફિલ્મમાં એક કોમેડિયન પ્લે કરશે 11 અલગ અલગ રોલ

સાઉથની ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી તમામને ઈમ્પ્રેસ કરનાર અભિનેતા યોગી બાબુ હવે અભિનય દ્વાર કમાલ દેખાડવા જઈ રહ્યો છે. તે એક પેન ઈન્ડિયા ફિલ્મનો ભાગ બન્યો છે. આ ફિલ્મમાં તે 1 અલગ અલગ રોલ પ્લે કરતો જોવા મળશે.

Breaking News : પેન ઈન્ડિયા ફિલ્મમાં એક કોમેડિયન પ્લે કરશે 11 અલગ અલગ રોલ
Image Credit source: AI
| Updated on: Jul 05, 2026 | 1:15 PM

સિનેમાના ઈતિહાસમાં કલાકારોએ અનેક યાદગાર રોલ પ્લે કર્યા છે. પરંતુ કેટલાક રોલ એવા પણ રહ્યા છે. જેમણે ઈતિહાસના પન્નામાં પોતાનું નામ નોંધ્યું છે. અનેક સ્ટાર ડબલ રોલમાં જોવા મળે છે. કેટલાક સ્ટાર એવા પણ છે. જે 3 રોલ એક જ ફિલ્મમાં કરી ચૂક્યા છે. પરંતુ કેટલાક કલાકારો સ્પેશિયલ હોય છે. આજથી 5 દશકથી વધારે સમય પહેલા લેજન્ડરી અભિનેતા સંજીવ કુમારે એક ફિલ્મમાં 9 અલગ અલગ રોલ પ્લે કરી બધાને ચોંકાવી દીધા હતા.

ત્યારબાદ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો અભિનેતા કમલ હાસને પણ દશાવતારમ ફિલ્મમાં 10 અલગ અલગ રોલ પ્લે કરશે. તેના અભિનયે પણ દુનિયાભરમાં પ્રશંસા મેળવી હતી. ફિલ્મને પણ ખુબ પસંદ કરવામાં આવી હતી.

 

 

 

હીરો અને વિલન પણ યોગી

હવે આર કિશોર કુમારની કોમેડી થ્રિલર ફિલ્મમાં યોગી બાબુ કમાલ કરવા જઈ રહ્યો છે. તે આ ફિલ્મમાં મેન હીરો અને મેન વિલન તો હશે. સાથે ફિલ્મમાં તેના 9 અન્ય પાત્ર હશે. ખાસ વાત એ છે કે, અભિનેતાનો આ તમામ લુક યુનિક હશે. બોડી લેન્ગવેજ થી લઈ લુક બધું એકબીજાથી અલગ હશે. ફિલ્મમાં અદિતિ રવિ રેડિન કિંગ્સલે,પંજુ સબ્બુ, વીટીવી ગણેશ અને વેંકટેશ પણ અલગ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં હેલિકોપ્ટર ક્રેશની સ્ટોરી દેખાડવામાં આવશે. આ ફિલ્મનું પેહલું શેડ્યુલની શૂટિંગ પૂર્ણ થઈ ચૂકી છે. હવે આ ફિલ્મ પોતાના શૂટિંગના આગામી પડાવ માટે તૈયાર છે. જે યુકે અને કેનિયા જેવા દેશોમાં કરવામાં આવશે.

કરિયરમાં સૌથી મોટો પડકાર

એક સમય એવો હતો કે, જ્યારે યોગી બાબુ માત્ર કોમેડી ફિલ્મ કરવા માટે જાણીતો છે. પરંતુ બદલાતા સમય સાથે, તેમણે મુખ્ય ભૂમિકાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમની ફિલ્મો જેમ કે બૂમર અંકલ, લકી મેન, થોક્કુદુરાઈ, ગુરખા અને ધર્મ પ્રભુને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. હવે, યોગી બાબુ તેમના શાનદાર કારકિર્દીના સૌથી મોટા પડકારનો સામનો કરશે.

યોગી બાબુ તમિલ સિનેમાના સૌથી પ્રખ્યાત હાસ્ય કલાકારોમાંના એક  છે અને હવે તે એક અગ્રણી અભિનેતા છે. તેમણે તેમની કારકિર્દીમાં 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

યોગી આદિત્યનાથના પિતા હતા ફોરેસ્ટ ઓફિસર, સંન્યાસ લીધા બાદ આ નામ રાખ્યું, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us