Breaking News Singer Raju Punjabi Death: ‘દેશી દેશી ના બોલ્યા કર છોરી..’ ગીતના સિંગર રાજુ પંજાબીનું નિધન, ઘણા સમયથી હતા બિમાર

રાજુ પંજાબીના અંતિમ સંસ્કાર તેમના વતન ગામમાં મંગળવારે જ કરવામાં આવશે. તે સપના ચૌધરી સાથે ઘણા ગીતોમાં જોવા મળ્યો છે.

Breaking News Singer Raju Punjabi Death: દેશી દેશી ના બોલ્યા કર છોરી.. ગીતના સિંગર રાજુ પંજાબીનું નિધન, ઘણા સમયથી હતા બિમાર
Breaking News Singer Raju Punjabi Death
| Updated on: Aug 22, 2023 | 9:37 AM

હરિયાણાના પ્રખ્યાત ગાયક રાજુ પંજાબીનું મંગળવારે વહેલી સવારે નિધન થયું. તેમની હિસારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ત્યારબાદ સવારે ચાર વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ પંજાબી દેશી-દેશી ના બોલ્યા કર ગીતથી સમગ્ર ઉત્તર ભારતમાં પ્રખ્યાત થયો હતો, પરંતુ હવે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રાજુ પંજાબી 40 વર્ષનો હતો. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. રાજુને કમળો થયો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારો થતાં તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ અચાનક તબિયત લથડતાં તેમને ફરીથી દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Actor Pawan Death : તમિલ અભિનેતા પવનનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, નાની વયે લીધા અંતિમ શ્વાસ

હરિયાણાના આશાસ્પદ ગાયકના અચાનક મૃત્યુથી પરિવાર અને ચાહકો આઘાતમાં છે. રાજુના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ છે. રાજુના મૃત્યુના સમાચાર મળતા જ તેના સંબંધીઓ અને ચાહકો હિસાર જવાના છે. આજે તેમના અંતિમ સંસ્કાર હિસારમાં જ કરવામાં આવશે.

રાજુ પંજાબી અને સપના ચૌધરીની જોડી

રાજુ પંજાબી હરિયાણા ઉપરાંત પંજાબ અને રાજસ્થાનમાં પણ બહોળા પ્રમાણમાં સાંભળવા મળતો હતો. તે હરિયાણાનો જાણીતો ચહેરો હતો. રાજુ અને સપના ચૌધરીની જોડી ઘણી ફેમસ હતી. બંનેએ સાથે અનેક ગીતો આપ્યા. રાજુ પંજાબીના પ્રખ્યાત ગીતો સોલિડ બોડી, સેન્ડલ, તુ ચીઝ લજાવાબ, દેશી-દેશીનો સમાવેશ થાય છે.

રાજુ પંજાબી છેલ્લું ગીત

તમને જણાવી દઈએ કે રાજુ પંજાબીએ તેનું છેલ્લું ગીત 12 ઓગસ્ટે રિલીઝ કર્યું છે. હોસ્પિટલમાં દાખલ હોવા છતાં તેણે પોતાનું ગીત રિલીઝ કર્યું. રાજુ પંજાબીના છેલ્લા ગીતના બોલ હતા ‘આપસે મિલકે યારા હમકો અચ્છા લગા થા’. આ ગીતને બનાવવામાં લગભગ 2 વર્ષનો સમય લાગ્યો હતો, પરંતુ કોને ખબર હતી કે આ ગીત તેમના જીવનનું છેલ્લું ગીત સાબિત થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:28 am, Tue, 22 August 23