Breaking News : લગ્નના 13 વર્ષ પછી અભિનેતા પવન કલ્યાણે ત્રીજી વખત છુટાછેડા લીધા, કહ્યું- અમે મિત્રો રહીશું

અભિનેતા પવન કલ્યાણ ( Pawan Kalyan) અને તેમની પત્ની અન્ના લેઝનેવાએ લગ્નના 13 વર્ષ પછી છૂટાછેડાની જાહેરાત કરી છે. એક સંયુક્ત નિવેદનમાં, તેમણે કહ્યું કે તેઓ પરસ્પર સમજણ અને સમ્માન સાથે અલગ થયા છે.

Breaking News : લગ્નના 13 વર્ષ પછી અભિનેતા પવન કલ્યાણે ત્રીજી વખત છુટાછેડા લીધા, કહ્યું- અમે મિત્રો રહીશું
| Updated on: Nov 10, 2026 | 7:45 AM

આંધ્ર પ્રદેશના ડિપ્ટી ચીફ મિનિસ્ટર અને અભિનેતા પવન કલ્યાણ (Pawan Kalyan )કોનિડાલા અને તેની પત્ની અન્ના કોનિડાલાએ અલગ થવાની જાહેરાત કરી છે. લગ્નના 13 વર્ષ પછી આ નિર્ણય લીધો છે. કપલે જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કર્યું અને કહ્યું કે, અમે બંને સમજી વિચારી અને સમ્માન સાથે અલગ થયા છીએ. તેમણે દાવો કર્યો કે, તે સારા મિત્રો રહેશે. તેમજ બાળકોની ખુશીને પ્રાથમિકતા આપશે.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, તમે જીવનના એક મોટા ભાગનો હિસ્સો એક સાથે પસાર કર્યા બાદ આપસી સમજ અને સમ્માન સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે. ભલે અમારા લગ્ન પૂર્ણ થયા હોય પરંતુ અમે સારા મિત્રો બનીને રહેશે. અમારા બાળકો માટે સમર્પિત માતા-પિતાની ભુમિકા નિભાવતા રહીશું. બાળકોની ખુશી અને ભલાઈ હંમેશા અમારી પ્રાથમિકતા રહેશે. જીવનના આ બદલાવમાં અમે તમારી પાસે સમજદારી, દયા અને અમારી પ્રાઈવસીના પ્રતિ સમ્માનની આશા કરીએ છીએ. આ આખા સફર દરમિયાન જે લોકો અમારી સાથે ઉભા રહ્યા. તે તમામનો દિલથી આભાર.

વર્ષ 2023માં સંબંધમાં તિરાડ પડી

આ નિવેદનમાં નિર્ણયના કારણનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. તેમજ બાળકોની કસ્ટડી વિશે પણ કાંઈ કહ્યું નથી. બંનેના સંબંધમાં તિરાર પડવાની ચર્ચા પહેલી વખત 2023માં સામે આવી હતી. પરંતુ તે સમયે આ તમામ સમાચારને અવગણર્યા હતા. ત્યારબાદ અન્ના અનેક પારિવારિક કાર્યક્રમમાં અને રાજનીતિક કાર્યક્રમમાં પવન કલ્યાણ સાથે જોવા મળી હતી. જેમાં ચૂંટણીની જીત પછી થનારી પારંપારિક રીતમાં પણ સામેલ હતી. અન્નાએ પોતાની પર્સનલ લાઈફ જિદંગીની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે પોતાની સાસું અંજના દેવી પાસેથી વાનગીઓ પણ શીખી હતી.

2 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી

રશિયામાં જન્મેલી અન્ના એક મોડલ અને અભિનેત્રી છે. તેની સાથે મુલાકાત 2011માં ફિલ્મના સેટ પર થઈ હતી. બંને 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ. ત્યારબાદ 30 સપ્ટેમ્બર 2013ના રોજ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. તેને એક દીકરો માર્ક શંકર પવનોવિચ અને એક દીકરી પોલિના અંજના પવનોવ છે. આ પહેલા 1997માં પવન કલ્યાણે નંદિની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન 2008માં છુટાછેડા સાથે પૂર્ણ થયા હતા. ત્યારબાદ 2009માં તેમણે અભિનેત્રી રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. તેને 2 બાળકો છે. જેનું નામ અકીરા નંદન અને આધ્યા છે. બંને 2012માં અલગ થયા હતા.

Pawan Kalyan Family Tree : પવન કલ્યાણે 3 લગ્ન કર્યા અને 3 વખત છુટાછેડા થયા , 4 બાળકોના પિતા આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.