
બોલિવુડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ પલાશ મુછલ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ ચર્ચા તેની કોઈ ગીત કે ફિલ્મ સાથે નથી પરંતુ એક મોટા વિવાદ સાથે છે. ફેમસ મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની સાથે તેના સંબંધો અને લગ્ન તૂટ્યા બાદ હવે પલાશ પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આ આરોપે ઈન્ડસ્ટ્રીને હચમચાવી નાંખ્યું છે.તમને જણાવી દઈએ કે, વૈભવ એક ફિલ્મ ફાઈનેન્સર છે. તેમણે ફરિયાદમાં દાવો કર્યો કે, પલાશ મુછલ જ્યારે સાંગલી આવ્યો હતો. તે સમયે સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાએ તેની ઓળખ કરાવી હતી.વૈભવે આરોપ લગાવ્યો કે, પલાશે એક ફિલ્મ બનાવવા માટે તેની પાસેથી 40 લાખ રુપિયા લીધા હતા.
બોલિવુડના ફિલ્મમેકર અને સંગીતકાર પલાશ મુછલ ભારતીય મહિલા ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના સાથે સગાઈ તૂટ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. હવે પલાશ વધુ એક મુસીબતમાં ફસાતો જોવા મળી રહ્યો છે. પલાશ મુછલ પર મહારાષ્ટ્રના વૈભવ માને 40 લાખ રુપિયાની છેતરપિંડીનો આરપો લગાવ્યો છે. વૈભવે આ ફરિયાદ સાંગલી જિલ્લા પોલીસમાં નોંધાવી છે. એક રિપોર્ટ મુજબ વૈભવ માન સ્મૃતિ મંધાનાનો બાળપણના મિત્ર પણ છે.
વૈભવ માને પોલીસને ફરિયાદમાં કહ્યું કે, પલાશ મુછલ પાસે તેમણે એક ફિલ્મ બનાવવા માટે 40 લાખ લીધા હતા. જ્યારે આ ફિલ્મ હજુ સુધી બની નથી. વૈભવે આગળ કહ્યું કે, જ્યારે મે પૈસા પરત કરવાનું કહ્યું કે, પલાશ મુછલે સ્પષ્ટ ના પાડી દીધી. તમને જણાવી દઈએ કે, વૈભવે આ મામલા સાથે જોડાયેલ તમામ ડોક્યુમેન્ટ અને લેવડ- દેવડના પુરાવા પણ પોલીસને આપ્યા છે. પલાશ મુછલે આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.
આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારો આરોપ એ છે કે પલાશ પર સ્મૃતિ મંધાનાના નામ અને લોકપ્રિયતાનો ઉપયોગ પૈસા એકત્ર કરવા માટે કરવાનો આરોપ છે. વિજ્ઞાન માને કહે છે કે પલાશે પોતાના સંબંધો અને ક્રિકેટરની ખ્યાતિનો ઉપયોગ લોકોને પ્રભાવિત કરવા માટે કર્યો હતો.
Published On - 10:30 am, Fri, 23 January 26