Oscars 2026 Breaking News: ઓસ્કાર 2026માં ‘Sinners’નો દબદબો, ‘One Battle After Another’ સહિત આ ફિલ્મોએ મેળ્યો એવોર્ડ

લોસ એન્જેલિસમાં યોજાયેલા 98મા Academy Awardsમાં ‘Sinners’ ફિલ્મે સૌથી વધુ ચર્ચા ઉભી કરી. સાથે સાથે ‘One Battle After Another’, ‘Frankenstein’ અને ‘Avatar: Fire and Ash’ જેવી ફિલ્મોએ પણ અલગ અલગ કેટેગરીમાં જીત મેળવી. અહીં જુઓ Oscar 2026ની સંપૂર્ણ વિજેતાઓની યાદી.

Oscars 2026 Breaking News: ઓસ્કાર 2026માં ‘Sinners’નો દબદબો, ‘One Battle After Another’ સહિત આ ફિલ્મોએ મેળ્યો એવોર્ડ
Breaking News Oscar 2026 Winners List Sinners Dominates, Full List of 98th Academy Awards Winners
Image Credit source: Social Media
| Updated on: Mar 16, 2026 | 8:29 AM

હોલિવૂડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ એકેડેમી એવોર્ડ્સમાં આ વર્ષે અનેક ફિલ્મો અને કલાકારો વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી. લોસ એન્જેલિસના પ્રખ્યાત ડોલ્બી થિયેટરમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં કેટલાક કલાકારો અને ફિલ્મોએ પોતાની શાનદાર પ્રસ્તુતિથી ગોલ્ડન સ્ટેચ્યુ પોતાના નામે કર્યા.

Sinnerએ અનેક મહત્વપૂર્ણ એવોર્ડ પોતાના નામે કર્યા

આ વર્ષે સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મ રહી Sinners. આ ફિલ્મે વિવિધ કેટેગરીમાં નૉમિનેશન મેળવ્યા હતા અને અનેક મહત્વપૂર્ણ એવોર્ડ પોતાના નામે કર્યા. ફિલ્મની કથાવસ્તુ, દિગ્દર્શન અને ટેક્નિકલ પ્રેઝન્ટેશનને લઈને સમીક્ષકો અને દર્શકો બંને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ સફળતા સાથે ફિલ્મે ઓસ્કાર નાઈટમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી.

એમી મેડિગનને ફિલ્મ Weapons માટે મળ્યો એવોર્ડ

એક્ટિંગ કેટેગરીમાં આ વખતે ખાસ ચર્ચા જોવા મળી. બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ એમી મેડિગનને ફિલ્મ Weapons માટે મળ્યો. તેમની અભિનય કળાએ જજોને પ્રભાવિત કર્યા હતા. બીજી તરફ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ હોલિવૂડના દિગ્ગજ અભિનેતા સીન પેન એ ફિલ્મ One Battle After Another માટે જીત્યો.

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ તરીકે The Girl Who Cried Pearls છવાઇ

એનિમેશન કેટેગરીમાં પણ ભારે સ્પર્ધા જોવા મળી હતી. બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મનો એવોર્ડ Arcoને મળ્યો, જ્યારે બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ તરીકે The Girl Who Cried Pearlsને સન્માન મળ્યું. આ બંને ફિલ્મોને તેમની અનોખી સ્ટોરીટેલિંગ અને વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે પ્રશંસા મળી.

Frankenstein ફિલ્મને મળી ખૂબ પ્રશંસા

ટેક્નિકલ કેટેગરીમાં Frankenstein ફિલ્મે મજબૂત પ્રદર્શન કર્યું. ફિલ્મને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન, મેકઅપ અને હેરસ્ટાઇલિંગ તેમજ બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન જેવી કેટેગરીમાં એવોર્ડ મળ્યા. આ ફિલ્મના ભવ્ય સેટ્સ અને મેકઅપ વર્કને ખાસ પ્રશંસા મળી હતી.

સંગીતની વાત કરીએ તો બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો એવોર્ડ ફિલ્મ Sinnersને મળ્યો. આ ફિલ્મે અન્ય કેટેગરીમાં પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું અને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે તેમજ બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ પણ જીત્યો.

વિઝ્યુઅલ ઇફેક્ટ્સમાં Avatar: Fire and Ash એ ફરી એક વખત પોતાની ટેક્નિકલ શક્તિ સાબિત કરી અને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો એવોર્ડ જીત્યો.

ડોક્યુમેન્ટ્રી વિભાગમાં Mr. Nobody Against Putin ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ તરીકે સન્માન મળ્યું, જ્યારે All the Empty Rooms એ બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો.


આ રીતે ઓસ્કાર 2026નો સમારોહ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે યાદગાર રહ્યો. અનેક નવી ફિલ્મોએ વિશ્વભરમાં પોતાની છાપ છોડી અને કલાકારોની પ્રતિભાને વૈશ્વિક સ્તરે માન્યતા મળી. ફિલ્મપ્રેમીઓ માટે આ એવોર્ડ નાઇટ ઘણી ખાસ અને યાદગાર સાબિત થઈ.

16 માર્ચના મહત્વના સમાચાર : યુદ્ધ વચ્ચે થોડીવારમાં ગુજરાતથી મળશે ગુડ ન્યુઝ, સવારે 9.40 કલાકે કચ્છના મુન્દ્રા પોર્ટ પહોંચશે LPG ટેન્કર ‘શિવાલિક’