Breaking News : ગણેશ ચતુર્થીના દિવસે રામાયણનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું

ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, 4000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ રામાયણનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે, નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી રામાયણને 2 ભાગમાં રિલીઝ કરવાનો પ્લાન છે.

Breaking News :   ગણેશ ચતુર્થીના દિવસે રામાયણનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું
| Updated on: Sep 14, 2026 | 9:11 AM

પૈન ઈન્ડિયા અને માઈથોલોજિકલ ફિલ્મ રામાયણને લઈ ચાહકો વચ્ચે લાંબા સમયથી ઉત્સુક્તા છે.નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મના મેકર્સે હવે મ્યુઝિકલ જર્નીની શરુઆત કરી દીધી છે. ફિલ્મનું પહેલું ગીત ટુંક સમયમાં રિલીઝ થશે. હાલમાં નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ગીત ડો. કુમાર વિશ્વાસે લખ્યું છે.4000 કરોડના બજેટમાં બનેલી રામાયણ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે. જેનું ટ્રેલર તો થોડા સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે.

 રામાયણનું પહેલું ગીત રિલીઝ

રણબીર કપૂર, અરુણ ગોવિલ,સાંઈ પલ્લવી,રવિ દુબે થી લઈ યશની ઝલક જોવા મળી હતી.  ગણેશ ચતુર્થીના શુભ અવસર પર નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણનું પહેલું મોશન પોસ્ટર રિલીઝ થયું છે. મેકર્સના મુજબ કોઈ પણ કામની શુભ શરુઆત ફિલ્મની સંગીત યાત્રા ભગવાન ગણેશના આશીર્વાદની સાથે શરુ કરી છે.મોશન પોસ્ટરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખૂબ જ સુખદ છે, અને લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે. હવે, ચાહકો ફિલ્મના પહેલા ગીતની રાહ જોઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે.

 

રામાયણની કાસ્ટ જુઓ

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી રામાયણને 2 ભાગમાં રિલીઝ કરવાનો પ્લાન છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા નિભાવતો જોવા મળશે. તો સાંઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં, સાઉથ સુપરસ્ટાર યશ ફિલ્મમાં રાવણનું પાત્ર નિભાવશે. આ સિવાય રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. સની દેઓલ ભગવાન હનુમાનના પાત્રમાં જોવા મળશે. સ્ટારકાસ્ટને જોતા ફિલ્મ પહેલા થી જ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. તમને જણાવી દઈએ કે,રામાયણ ફિલ્મનું બજેટ પણ ખુબ વધારે છે.

રામાયણ ફિલ્મ ક્યારે રિલીઝ થશે

નિમિત મલ્હોત્રાના પ્રોડક્શનમાં બની રહેલી રામાયણને 2 ભાગમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો પહેલો પાર્ટ દુનિયા ભરમાં 6 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થશે. જે દિવાળીની આસપાસ થશે. ભારતમાં 8 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થશે. ફિલ્મનો બીજો પાર્ટ દિવાળી 2027ના દિવસે રિલીઝ કરવાનો પ્લાન છે. હવે ચાહકો જલ્દી ફિલ્મ રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

જોડિયા બાળકોના પિતા, રામાયણના દિગ્દર્શક નિતેશ તિવારીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

 

Published On - 8:16 am, Mon, 14 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.