
રિપોર્ટ મુજબ 11,600 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ ધરાવતી રિહાનાએ ખુબ જ લક્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.જેના માટે તેમણે 74 કરોડ રુપિયા લીધા હતા.

રીહાનાના પ્રાઈવેટ જેટ, ગલ્ફસ્ટ્રીમ G650 વિશે વાત કરીએ. તે વિશ્વના સૌથી લક્ઝરી પ્રાઈવેટ જેટમાંનું એક માનવામાં આવે છે. તેની કિંમત 500-600 કરોડ હોવાનો અંદાજ છે. આ જેટ કોઈ ફાઇવ સ્ટાર હોટેલથી ઓછું નથી. તેમાં વૈભવી બેડરૂમ, ખાનગી લાઉન્જ છે.

રિહાનાને ડાયમંડ ખુબ પસંદ છે. તેના અનેક ડ્રેસમાં મોંઘા રિયલ ડાયમંડ હોય છે. રિહાનાની Adam Selman દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી ક્રિસ્ટલ ડ્રેસ ખુબ ચર્ચામાં રહી હતી. તેની કિંમત અંદાજે 2 કરોડ હતી.

રિહાનાનું ઘર Barbados Villa કૈરેબિયનમાં છે. જેની અંદાજે કિંમત 100 કરોડ બતાવવામાં આવી છે. આ ઘર સમુદ્ર્ના કિનારે બનેલું છે.રિહાનાના ઘરમાં પ્રાઈવેટ બીચ પણ છે. હાઈ સિક્યોરિટીથી લઈ દરેક સુવિધાઓ છે.

રિહાનાને માત્ર મ્યુઝિકમાં જ નહી પરંતુ બિઝનેસમાં પણ માસ્ટરમાઈન્ડ છે. તેની બ્રાન્ડ Fenty Beauty આજે દુનિયાની સૌથી ફેમસ બ્યુટી બ્રાન્ડમાંથી એક છે. આટલું જ નહી રિહાનાની કંપનીની નેટવર્થ અરબોમાં છે.

રસપ્રદ વાત એ છે કે, રિહાનાની આ લક્ઝરી લાઈફસ્ટાઈલ તેમણે પોતાના દમ પર બનાવી છે.

તે એક સેલ્ફ મેડ સ્ટાર છે. રિહાનાએ સાબિત કરી દીધું કે, જો તેની પાસે વિઝન અને મહેનત છે. તો તેને આગળ વધતા કોઈ રોકી શકે નહી. (All photo: PTI)