Breaking News : સલમાન ખાન ફાયરિંગ કેસમાં સરેન્ડર કરવા માંગે છે આરોપી અનમોલ બિશ્નોઈ

બોલિવુડ ભાઈજાન સલમાન ખાન ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા એવી ચર્ચાઓ થઈ રહી હતી કે, તે 6ઠ્ઠા માળે નવું ઘર બનાવી રહ્યો છે. હવે તેના ગેલેક્સી ઘર બહાર થયેલા ફાયરિંગ મામલે મોટું અપડેટ સામે આવ્યું છે.

Breaking News : સલમાન ખાન ફાયરિંગ કેસમાં સરેન્ડર કરવા માંગે છે આરોપી અનમોલ બિશ્નોઈ
| Updated on: Jul 03, 2026 | 12:55 PM

બોલિવુડ ભાઈજાન સલમાન ખાન ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. તેનું કારણ તેનું 6 માળનું ઘર નહી પરંતુ ગેલેક્સી એપાર્ટમેન્ટ થયેલી ફાયરિંગનો મામલો છે. દિલ્લીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈએ મુંબઈ કોર્ટમાં સામે સરેન્ડરની પરમિશન માંગી છે. કોર્ટેને લેટર લખી અનમોલ બિશ્રનોઈ સલમાન ખાન કેસમાં સરેન્ડર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સાથે તિહાડ જેલ પ્રશાસનના નામે એક પ્રોડક્શન વોરંટ જાહેર કરવાની માંગ કરી છે. જેથી તેમના શરણાગતિને ઔપચારિક રીતે નોંધી શકાય.

દિલ્લીની તિહાડ જેલમાં બંધ

અનમોલ બિશ્રોઈ ગત્ત વર્ષે નવેમ્બર મહિનામાં અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ NIAએ તેની ધરપકડ કરી હતી. અનમોલ બિશ્રોઈ લોરેન્સ બિશ્રોઈનો નાનો ભાઈ છે. હાલમાં દિલ્લીની તિહાડ જેલમાં બંધ છે. હવે અનમોલ બિશ્રોઈએ સલમાન ખાનના ઘરની બહાર થયેલી ફાયરિંગ મામલે મુંબઈની વિશેષ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) કોર્ટમાં શરણાગતિ સ્વીકારવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી છે.

સરેન્ડર કરવા માંગે છે અનમોલ બિશ્રોઈ

સલમાન ખાનના ઘર ફાયરિંગ મામલે અનમોલ બિશ્રોઈ ખુદ સરેન્ડર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સાથે પોતાની દાખલ કરેલી અરજીમાં કહ્યું કે, તે નિષ્પક્ષ સુનાવણી અને ન્યાયના હિતમાં ચાલી રહેલા કેસમાં પોતાની મરજીથી મુંબઈની કોર્ટમાં સરેન્ડર કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, અનમોલ બિશ્રોઈ હાલમાં નવી દિલ્લીની તિહાડ જેલમાં બંધ છે. નવેમ્બર 2025માં અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. ભારત પહોંચવા પર NIA તેની ધરપકડ કરી હતી. આ મામલાને લઈ સ્પેશિયલ જજ એસ.આર નવેદરે પબ્લિક પ્રોસિક્યુટરને અનમોલ દ્વારા દાખલ કરેલી અરજી પર જવાબ દાખલ કરવાનો આદેશ કર્યો છે.

સલમાનના ઘર પર ગોળીબાર

14 એપ્રિલ 2024ના રોજ, બે મોટરસાઇકલ સવાર હુમલાખોરોએ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયા. મુંબઈ પોલીસે આ કેસમાં MCOCA (માઓવાદી નિયંત્રણ સંગઠિત ગુના) અધિનિયમ (MCOCA) લાગુ કર્યો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. શૂટર્સ વિક્કી ગુપ્તા અને સાગર પાલ, સોનુ કુમાર બિશ્નોઈ, મોહમ્મદ રફીક ચૌધરી અને હરપાલ સિંહ સાથે, આ કેસમાં કેસ ચાલી રહ્યો છે અને ન્યાયિક કસ્ટડીમાં છે.

60મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે સલમાન ખાન, આવો છે પરિવાર અહી ક્લિક કરો

 

Published On - 12:45 pm, Fri, 3 July 26

Follow Us