
પોપ સ્ટાર રિહાનાને મુકેશ અંબાણી પરિવારે એક ડાયમંડ ટેનિસ બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું છે. જેની કિંમત અંદાજે 2.2 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે. રિહાનાએ સોશિયલ મીડિયા પર આ બ્રેસલેટ દેખાડયું અને કહ્યું ભારતમાં અંબાણી પરિવારે આ બ્રેસલેટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા રિહાના મુંબઈ આવી હતી. તેમણે એન્ટીલિયામાં અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી હતી.
સોશિયલ મીડિયા પર આ વીડિયો thepeoplegalleryએ શેર કર્યો છે. આ વીડિયોમાં રિહાના પોતાના ફેશન વિશે વાત કરી રહી છે. આ વીડિયોમાં તે આ ગિફટ વિશે વાત કરે છે.ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક વીડિયોમાં, ગ્લોબલ સુપરસ્ટારે તેના કેઝ્યુઅલ આઉટફિટ વિશે પણ વાત કરી છે, સેલિબ્રિટી જ્વેલરી નિષ્ણાત પ્રિયાંશુ ગોયલે ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર તેની કિંમત આશરે રૂ. 2.2 કરોડ કહી છે. “આ એક ઉત્તમ ઉદાહરણ છે કે ટેનિસ બ્રેસલેટ અત્યાર સુધીની સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી ડિઝાઇનમાંની એક છે,
અંબાણી પરિવાર સાથેની મુલાકાત દરમિયાન રીહાન્નાએ અંબાણી પરિવાર સાથે પૂજા અને આરતીમાં ભાગ લીધો હતો. ખાસ વાત એ હતી કે તેણીએ ફૂલોથી હોળી પણ રમી હતી, જેમાં તે પરિવાર સાથે આનંદ માણતી અને નાચતી જોવા મળી. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.રીહાન્ના મુંબઈમાં તેના કોસ્મેટિક બ્રાન્ડ Fenty Beautyના લોન્ચ માટે આવી હતી. “ફેન્ટી બ્યુટી કી હવેલી” નામના સ્ટોર લોન્ચ ઇવેન્ટના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
રિપોર્ટ મુજબ 11,600 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ ધરાવતી રિહાનાએ ખુબ જ લક્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.જેના માટે તેમણે 74 કરોડ રુપિયા લીધા હતા.રિહાનાની પાસે ડાયમંડ જ્વેલરીનું શાનદાર કલેક્શન છે. તેના કપડા પણ ડાયમંડના હોય છે.