Meenakshi Seshadri Birthday : બોલીવૂડની દામિની હવે કરે છે આ કામ, 17 વર્ષની ઉંમરે જીતી હતી મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ

|

Nov 16, 2021 | 8:31 AM

ઘાતક બાદ અભિનેત્રીએ ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું અને હાલમાં તે પોતાના પતિ સાથે અમેરિકામાં રહે છે. અભિનેત્રીનું સાચું નામ શશિકલા શેષાદ્રી છે. તે ભરતનાટ્યમ, કુચીપુડી, કથક અને ઓડિસીમાં પ્રશિક્ષિત નૃત્યાંગના છે.

Meenakshi Seshadri Birthday :  બોલીવૂડની દામિની હવે કરે છે આ કામ, 17 વર્ષની ઉંમરે જીતી હતી મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ
Meenakshi Seshadri won Miss India contest at the age of 17

Follow us on

બોલિવૂડમાં (Bollywood) 80-90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનો (Meenakshi Seshadri) આજે જન્મદિવસ છે. અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. મીનાક્ષી શેષાદ્રીએ ઘણી હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ 17 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

મીનાક્ષીએ ફિલ્મ ‘પેઈન્ટરબાબુ’થી ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેમના કામને ઓળખ ફિલ્મ ‘હીરો’થી મળી. આ ફિલ્મ સુપરહિટ થઈ અને મીનાક્ષી રાતોરાત સ્ટાર બની ગઈ. આ ફિલ્મમાં મીનાક્ષી સાથે જેકી શ્રોફ હતો. અભિનેત્રીએ આંધી તુફાન, મેરી જંગ, દિલાવલે, પરિવાર, શહશાહ, આવરગી, જુર્મ, ઘર હો તો ઐસા, ઘાયલ, દામિની, ઘાતક જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

ઘાતક બાદ અભિનેત્રીએ ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું અને હાલમાં તે પોતાના પતિ સાથે અમેરિકામાં રહે છે. અભિનેત્રીનું સાચું નામ શશિકલા શેષાદ્રી છે. તે ભરતનાટ્યમ, કુચીપુડી, કથક અને ઓડિસીમાં પ્રશિક્ષિત નૃત્યાંગના છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

મીનાક્ષી તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહી હતી. અભિનેત્રીનું નામ બોલિવૂડ સિંગર કુમાર સાનુ સાથે પણ જોડાયું હતું. કહેવાય છે કે કુમાર સાનુ પહેલીવાર જુર્મના પ્રીમિયર દરમિયાન મળ્યા હતા. તેને જોતાં જ તેઓ પોતાનું દિલ ખોઈ બેઠા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુમાર સાનુના છૂટાછેડાનું કારણ મીનાક્ષી હોવાનું માનવામાં આવે છે. આ સિવાય ડાયરેક્ટર રાજ કુમાર સંતોષી પણ મીનાક્ષીને ખૂબ પસંદ કરતા હતા. રાજકુમાર સંતોષે મીનાક્ષી સાથે ફિલ્મ ઘાતકમાં કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેમને તે ખૂબ જ ગમી ગઇ હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજ કુમાર સંતોષીએ કહ્યું હતું કે હા, હું તેને પ્રેમ કરતો હતો અને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યુ હતુ. પરંતુ તેણે ના પાડી દીધી હતી.

1995 માં, મીનાક્ષીએ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસૂર સાથે લગ્ન કર્યા અને યુએસના શહેર ટેક્સાસમાં સ્થાયી થયા. અભિનેત્રીને બે બાળકો છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રી ટેક્સાસમાં ડાન્સ સ્કૂલ ચલાવે છે. અહીં દરેક ઉંમરના લોકો ડાન્સ શીખવા આવે છે.

આ પણ વાંચો – IND vs NZ: ભારત vs ન્યુઝીલેન્ડ T20 મેચની ટિકિટો ખરીદવા રાંચીમાં ક્રિકેટ ચાહકોની પડાપડી, 12 કલાક લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ

આ પણ વાંચો –

Rajkummar-Patralekhaa Wedding : રાજકુમાર અને પત્રલેખાનું યોજાયુ રિસેપ્શન..જુઓ નવવિવાહિત કપલનો શાહી અંદાજ

આ પણ વાંચો – Viral Video : રોડ સાઇડ લેમ્બોર્ગિનીના બોનેટ પર ચાઇનીઝ ખાતો જોવા મળ્યો કાર્તિક આર્યન, વીડિયો જોઇ ફેન્સ થયા ખુશ

Next Article