અફેરના અફવાઓ વચ્ચે ઝહીર ઈકબાલે સોનાક્ષી સિન્હાને કર્યું બર્થડે વિશ, કહ્યું – “આઈ લવ યૂ”

Sonakshi Sinha Birthday: બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) હાલમાં તેના પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલે હાલમાં જ તેને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે અને તેની સાથે ઘણા અનસીન ફોટા પણ શેર કર્યા છે.

અફેરના અફવાઓ વચ્ચે ઝહીર ઈકબાલે સોનાક્ષી સિન્હાને કર્યું બર્થડે વિશ, કહ્યું - આઈ લવ યૂ
Zaheer Iqbal Wishes Sonakshi Sinha
| Edited By: | Updated on: Jun 02, 2023 | 10:21 PM

Mumbai. Zaheer Iqbal Wishes Sonakshi Sinha: બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તેનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ અવસર પર દરેક વ્યક્તિ એક્ટ્રેસને શુભેચ્છા પાઠવી રહી છે. એક્ટ્રેસની વેબ સિરીઝ દહાડને પણ સોશિયલ મીડિયા પર સારો રિસપોન્સ મળી રહ્યો છે. આ સિવાય એક્ટ્રેસ પણ છેલ્લા કેટલાક સમયથી તેની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. રિપોપર્ટ મુજબ એક્ટ્રેસનું કો-સ્ટાર ઝહીર ઈકબાલ સાથે અફેર છે. તેના જન્મદિવસના અવસર પર ઝહીરે સોનાક્ષીને ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે.

ઝહીર ઈકબાલે સોનાક્ષી સિન્હા સાથેની પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટામાં બંને રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. બંનેની નિકટતા જોઈને અંદાજો લગાવી શકાય છે કે બંનેનું બોન્ડિંગ કેટલું શાનદાર છે. બંનેની આ તસવીરો અને સોનાક્ષી વિશે લખેલી ઝહીરની પોસ્ટ ફેન્સના એ વિચારને વધુ મજબૂત કરી રહી છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.

ફોટા સાથે ઝહીરે કેપ્શનમાં લખ્યુંછે કે કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના. કોઈ વાંધો નહી. તમે ગમે ત્યારે મારો સહારો લઈ શકો છો. તમે બેસ્ટ છો હંમેશા આ રીતે દડાડ કરતા રહો. ભગવાન આશીર્વાદ આપે કે તમે વિશ્વને બીજા કોઈ કરતાં વધુ જુઓ. જલપરીની જેમ જીવો. હંમેશા ખુશ રહો. આઈ લવ યૂ. તેના પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું છે કે સુપર ક્યૂટ તસવીર. અન્ય એક યુઝરે લખ્યું છે કે તમે બંને પ્લીઝ ફરી કપલ બનો. તમે બંને સુંદર છો અને મારા પ્રિય પણ છો.

આ પણ વાંચો : હોસ્પિટલમાં દાખલ છે ‘મહાભારત’ના શકુની મામા, હોસ્પિટલના પ્રેસિડેન્ટે કહ્યું- સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે

આ વેબ સિરીઝમાં જોવા મળશે સોનાક્ષી સિન્હા

વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે વર્ષ 2022માં સાથે કામ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ દ્વારા જ બંને વચ્ચે નિકટતાની શરૂઆત થઈ હતી. હાલમાં સોનાક્ષી સિન્હાની વેબ સિરીઝ દહાડ રિલીઝ થઈ ગઈ છે અને ફેન્સ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સિવાય તે હવે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીમાં જોવા મળશે. તેને લઈને ફેન્સમાં જબરજસ્ત ક્રેઝ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો