Kalaastar Song: સોનાક્ષી અને હની સિંહની જોડી 9 વર્ષ બાદ પરત ફરી, ટીઝરે મચાવી ધૂમ, જાણો ક્યારે રિલીઝ થશે ગીત

Kalaastar Song: ફેમસ સિંગર અને રેપર યો યો હની સિંહની (Yo Yo Honey Singh) ખૂબ જ જોરદાર ફેન ફોલોઈંગ છે. રેપર યો યો હની સિંહ 9 વર્ષ પછી એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) સાથે ફરી સાથે કામ કરી રહ્યો છે. યો યો હની સિંહના ગીત 'કાલાસ્ટાર'ની ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. સિંગરે તેના સોશિયલ મીડિયા પર ગીતનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. અ પહેલા હની સિંહ સાથે દેશી કલાકાર ગીતમાં બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા જોવા મળી હતી.

Kalaastar Song: સોનાક્ષી અને હની સિંહની જોડી 9 વર્ષ બાદ પરત ફરી, ટીઝરે મચાવી ધૂમ, જાણો ક્યારે રિલીઝ થશે ગીત
Kalaastar Song - yo yo honey singh and sonakshi sinha
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Sep 29, 2023 | 7:10 PM

Kalaastar Song: ફેમસ સિંગર અને રેપર યો યો હની સિંહની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે. તેને પોતાના કરિયરમાં ઘણી ચાર્ટબસ્ટર હિટ સોન્ગ આપ્યા છે. તેનું દેશી કલાકાર ગીત આજે પણ લોકોની પહેલી પસંદ છે. આ ગીતમાં તેની સાથે બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા જોવા મળી હતી. યુટ્યુબ પર હજુ પણ લોકો આ ગીતના દિવાના છે. રેપર યો યો હની સિંહ 9 વર્ષ પછી એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા સાથે ફરી સાથે કામ કરી રહ્યો છે.

રિલીઝ ડેટની થઈ જાહેરાત

યો યો હની સિંહના ગીત ‘કાલાસ્ટાર’ની ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. સિંગરે તેના સોશિયલ મીડિયા પર ગીતનું નવું પોસ્ટર રિલીઝ કર્યું અને કેપ્શન લખ્યું, ‘કાલસ્ટાર, 15મી ઓક્ટોબરની ડેટ સેવ કરી લો. પ્રેમ અને સપોર્ટ આપવા માટે આપ સૌનો આભાર!!’. આ પોસ્ટ પરથી જોઈ શકાય છે કે આ ગીત 15 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યું છે. ફેન્સ પણ એટલા જ ઉત્સાહિત થઈ ગયા છે. પોસ્ટરની વાત કરીએ તો સોનાક્ષી હની સિંહ તરફ બંદૂક તાકી રહી છે. થોડા દિવસો પહેલા આ ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

(PC: Yo Yo Honey Singh Instagram) 

અહીં જુઓ ટીઝરનો વીડિયો

(VC: Zee Music Company You Tube)

જાણો આ ગીત વિશે

આ પહેલા આ ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત યો યો હની સિંહે ગાયું છે. તેને રોની અજનાલી અને ગિલ મછરાઈ દ્વારા લખવામાં આવ્યું છે અને તેનું મ્યુઝિક બસ યોગીએ આપ્યું છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે હની સિંહ જેલમાં છે અને બહાર આવતાની સાથે જ તે તેના મિત્રને સોનાક્ષી વિશે પૂછે છે. તેના પર તેનો મિત્ર જણાવે છે કે તેના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. આમ છતાં હની સિંહ તેને મળવા નીકળે છે. જો લોકોને ગીતનું ટીઝર ખૂબ જ પસંદ આવી રહ્યું છે, ટીઝર પરથી એ સ્પષ્ટ છે કે ગીત સુપરહિટ થવાનું છે.

આ પણ વાંચો: Animal Star Cast Fees: ‘એનિમલ’ ફિલ્મ માટે રણબીરે લીધી અધધધ રકમ, જાણો અન્ય સ્ટારે કેટલી ફી લીધી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર સાથે એક્શન થ્રિલર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળશે. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ અને ‘નિકિતા રોય એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ’નો ભાગ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો