યશોદા એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુએ ઈન્ટેન્સ વર્ક-આઉટનો શેયર કર્યો વીડિયો, ફેન્સે કરી પ્રશંસા

|

Nov 16, 2022 | 10:12 PM

આ પહેલા સામંથાએ તેના જિમ ટ્રેનર માટે માયોસિટિસ સાથેની લડાઈમાં મદદ કરવા માટે ભાવનાત્મક પોસ્ટ લખી હતી. યશોદા (Yashoda) ફિલ્મમાં સામંથાની એક્ટિંગ અને એક્શન સિક્વન્સના ફેન્સે ખૂબ વખાણ કર્યા હતા.

યશોદા એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુએ ઈન્ટેન્સ વર્ક-આઉટનો શેયર કર્યો વીડિયો, ફેન્સે કરી પ્રશંસા
samantha ruth prabhu

Follow us on

એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુની લેટેસ્ટ ફિલ્મ ‘યશોદા’ને બોક્સ ઓફિસ પર સારો રિસપોન્સ મળી રહ્યો છે. તેલુગુ થ્રિલરે રિલીઝના પહેલા બે દિવસમાં 11 કરોડની કમાણી કરી હતી અને સામંથાની એક્ટિંગ અને એક્શન સિક્વન્સના ફેન્સે ખૂબ વખાણ કર્યા હતા. સામંથાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્શન સાથે રીલ્સ પોસ્ટ કરી, “થિયેટરમાં યશોદા અને ‘બીટીએસ’.” વીડિયોમાં એક્ટ્રેસ સેટ પર ઘણા સ્ટંટમેન સાથે લડતી અને કૂદતી જોવા મળે છે. તે માટે તેણે તાલીમ લીધી હતી. તેણે એક્શન સિક્વન્સ કરવા માટે સ્ટ્રીક જિમનું રુટિન બનાવ્યું હતું.

અહીં જુઓ સામંથાનો વાયરલ વીડિયો

અત્યારે સામંથા ઓટોઈમ્યૂન બિમારીનો સામનો કરી રહી છે, ફેન્સે પણ તેને શુભેચ્છાઓ મોકલી છે. એક યુઝરે લખ્યું, ‘સેમ જલ્દી સાજા થઈ જાવો, શારીરિક અને માનસિક રીતે પણ. એક વ્યક્તિ તરીકે તમને પ્રેમ કરું છું.” અન્ય એક યુઝરે લખ્યું છે કે “સેમ તમે સાચા યોદ્ધા છો, યશોદાને અભિનંદન, ખરેખર તે યોગ્ય છે!!” આ પહેલા સામંથાએ તેના જિમ ટ્રેનર માટે માયોસિટિસ સાથેની લડાઈમાં મદદ કરવા માટે ભાવનાત્મક પોસ્ટ લખી હતી.

આ સિવાય સામંથાએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક ફોટો શેયર કર્યો હતો, જેમાં તેણે હોસ્પિટલમાંથી હાર્ટ ઈમોજી સાથે દિલને સ્પર્શી જાય તેવું કેપ્શન લખ્યું હતું.

અહીં જુઓ સામંથાની સોશિયલ મીડિયા પોસ્ટ

જાણો શું છે સામંથાનું કહેવું

સામંથા આગળ લખે છે કે “ધીમે ધીમે મને સમજાઈ રહ્યું છે કે આપણે હંમેશા મજબૂત નથી રહી શકતા, ક્યારેક નબળા રહેવું પણ યોગ્ય છે તો ક્યારેક આપણે સંઘર્ષને સ્વીકાર કરી લેવો જોઈએ. ડોક્ટરોને વિશ્વાસ છે કે હું જલ્દી જ સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ. આ સમય મારા માટે શારીરિક અને ભાવનાત્મક રીતે સારો નથી, પરંતુ સારા અને ખરાબ દિવસો આવતા જ રહે છે. આ પણ ચાલ્યું જશે.”

Next Article