
બોલિવૂડના પોપ્યુલર એક્ટર અજય દેવગન (Ajay Devgn) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Drishyam 3: ધ કન્ક્લુઝન’ ને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. આજે 09 સપ્ટેમ્બરના રોજ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું, જેને જોઈને દર્શકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
આ દરમિયાન ‘દ્રશ્યમ 4’ (Drishyam 4) ને લઈને પણ ચર્ચા તેજ થઈ ગઈ છે. ટ્રેલર લોન્ચ દરમિયાન અજય દેવગનને ફિલ્મના ચોથા પાર્ટ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. એવામાં અજયે સ્પષ્ટ કર્યું કે, હાલમાં ‘દ્રશ્યમ 3’ જ આ વાર્તાનો છેલ્લો ભાગ છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, ભવિષ્યમાં શું થશે; તે કોઈ નથી જાણતું.
અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Drishyam 3: ધ કન્ક્લુઝન’ નું ટ્રેલર બુધવાર, 9 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટ અજય દેવગન, તબ્બુ અને જયદીપ અહલાવત જોડાયા હતા. ફિલ્મના નામ પરથી સ્પષ્ટ છે કે, આ વાર્તાનો છેલ્લો ભાગ છે.
જો કે, મલયાલમ ફિલ્મના મેકર્સ તરફથી નવા પાર્ટની જાહેરાત થયા બાદ હિન્દી વર્ઝનના ચોથા પાર્ટને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ટ્રેલર લોન્ચ દરમિયાન અજય દેવગનને જ્યારે ‘Drishyam 4’ અંગે સવાલ કરવામાં આવ્યો, તો તેમણે આ અટકળો પર વિરામ મૂકી દીધો હતો. તેમણે એમ કહ્યું કે, ભવિષ્યમાં શું થશે, તે વિશે કોઈ કંઈ કહી શકતું નથી.
#AjayDevgn reflects on the journey of the #Drishyam franchise and shares his wish to bring its final chapter, #DrishyamTheConclusion, to a fitting end.#FilmfareLens pic.twitter.com/8YMuw9QDQs
— Filmfare (@filmfare) September 9, 2026
અજય દેવગને જણાવ્યું કે, ‘Drishyam 3’ બનાવવાનો નિર્ણય પહેલેથી નક્કી નહોતો. તેમણે કહ્યું કે, બીજી ફિલ્મ પછી ટીમ એ જાણતી નહોતી કે તેનો ત્રીજો પાર્ટ બનશે કે નહીં. તેમના જણાવ્યા મુજબ, આ ફિલ્મની વાર્તાને આગળ વધારવી સરળ નહોતી, કારણ કે માત્ર એક સ્ક્રિપ્ટ તૈયાર કરીને તેની સીક્વલ બનાવી શકાતી નથી.
અજયે જણાવ્યું કે, ફિલ્મના ડિરેક્ટર અભિષેક પાઠક પાસે વાર્તાને આગળ વધારવાનો આઈડિયા આવ્યો હતો. આ પછી તેમણે કેટલાક વર્ષો સુધી લેખકો સાથે મળીને તેની સ્ક્રિપ્ટ પર કામ કર્યું. અજયે કહ્યું કે, અભિષેકે આના પર ખૂબ મહેનત કરી અને આખરે એક શાનદાર સ્ક્રિપ્ટ તૈયાર કરી.
ટીમને લાગ્યું કે, વાર્તાને પૂરી કરવાનો આ બિલકુલ સાચો સમય છે. તેમણે કહ્યું કે, તેમના મતે આ ફિલ્મની વાર્તાને આનાથી આગળ ન વધારવી જોઈએ. જો કોઈ વાર્તાને તેના સૌથી સારા મોડ પર પૂરી કરવામાં આવે, તો તે જ વધારે સારું રહે છે.
અજયને પૂછવામાં આવ્યું કે, શું ‘Drishyam 3’ આ ફ્રેન્ચાઈઝીની છેલ્લી ફિલ્મ હશે? તો તેમણે કહ્યું, “અત્યાર માટે આ જ એનો અંત છે. કાલે શું થશે, તે કોઈ નથી જાણતું પરંતુ હાલમાં મને પૂરો વિશ્વાસ છે કે આ જ એનો નિષ્કર્ષ છે.” માહિતી માટે જણાવી દઈએ કે, ‘Drishyam: ધ કન્ક્લુઝન’ 2 ઓક્ટોબર 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.