Knowledge: બોલિવૂડ, હોલીવૂડ, ટોલીવૂડ… ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામમાં ‘વૂડ’ શબ્દ કેમ અને કેવી રીતે ઉમેરાયો, જાણો તેની રસપ્રદ વાત

Why we use 'wood' in cinema: અલગ-અલગ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Film Industry) 'વૂડ' શબ્દ શા માટે ઉમેરવામાં આવ્યો, ભારતમાં તેની શરૂઆત કેવી રીતે થઈ અને ઈન્ડસ્ટ્રીના અલગ-અલગ નામોનો અર્થ શું છે, જાણો આ સવાલોના જવાબ...

Knowledge: બોલિવૂડ, હોલીવૂડ, ટોલીવૂડ… ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામમાં વૂડ શબ્દ કેમ અને કેવી રીતે ઉમેરાયો, જાણો તેની રસપ્રદ વાત
why we use wood in cinema called hollywood bollywood tollywood
| Edited By: | Updated on: May 09, 2022 | 10:41 AM

બોલીવૂડ (Bollywood), હોલીવૂડ અને ટોલીવૂડ… આ ત્રણેય નામોમાં એક વસ્તુ સૌથી સામાન્ય છે તે છે ‘વુડ’. માત્ર અમેરિકા જ નહીં, ભારતની વિવિધ ભાષાઓની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ શબ્દ ખૂબ જ સામાન્ય છે. ઉદાહરણ તરીકે, કન્નડ સિનેમાને સેન્ડલવુડ, ગુજરાતી સિનેમાને ઢોલીવુડ, તેલુગુ સિનેમાને ટોલીવુડ અને તમિલ સિનેમાને કોલીવુડ (Kollywood) કહેવામાં આવે છે. ‘વૂડ’ શબ્દનો ઉલ્લેખ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનના સિનેમામાં પણ જોવા મળે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધું ક્યારે અને કેવી રીતે શરૂ થયું? આ પ્રશ્નનો સીધો સંબંધ હોલીવૂડ (Hollywood) સાથે છે. અહીંથી પ્રેરિત થઈને અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પોતાનું નામ રાખ્યું. હવે ચાલો, સમજીએ કે આ કેવી રીતે થયું.

અલગ-અલગ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘વૂડ’ શબ્દ કેમ ઉમેરવામાં આવ્યો. ભારતમાં તેની શરૂઆત કેવી રીતે થઈ અને ઈન્ડસ્ટ્રીના અલગ-અલગ નામોનો અર્થ શું છે, જાણો આ સવાલોના જવાબ.

હોલીવૂડને તેનું નામ પ્રથમ સ્થાને કેવી રીતે મળ્યું ?

રિયલ એસ્ટેટ બિઝનેસમેન એચ.જે. વિટાલે (H.J. Whitley)ને ‘હોલીવૂડના પિતા’ કહેવામાં (Father of Hollywood) આવે છે. તેણે અમેરિકાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હોલીવૂડનું નામ આપ્યું. તેનો અર્થ છે ‘સુખ’. વાસ્તવમાં હોલીવૂડએ અમેરિકાના લોસ એન્જલસ શહેરના મધ્ય વિસ્તારની એક જગ્યાનું નામ છે. વિટાલેએ ત્યાંની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આ નામ આપ્યું. જેમ-જેમ અન્ય દેશોમાં અહીંની ફિલ્મોની પહોંચ વધતી ગઈ તેમ-તેમ હોલીવૂડનું નામ પણ ફેમસ થયું. હોલીવૂડમાં ઘણા ઐતિહાસિક સ્ટુડિયો છે.

આ રીતે ભારત પહોંચ્યું ‘વૂડ’

1930 સુધીમાં અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલે કે હોલીવૂડનું નામ આખી દુનિયામાં ફેમસ થઈ રહ્યું હતું, પરંતુ ભારતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામથી બોલાવવામાં આવતી હતી. કહેવાય છે કે તેને ‘બોલિવૂડ’ કહેવાનો શ્રેય બંગાળની સિનેમાને પણ આપવો જોઈએ. વાસ્તવમાં 1930માં કલકત્તાની બંગાળી ફિલ્મ ઉદ્યોગ ‘ટોલીગંજ’ નામના વિસ્તારમાં હતો. આના વિશે લખતી વખતે પહેલીવાર જુનિયર સ્ટેટ્સમેન નામના મેગેઝિને ‘ટોલીવૂડ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જો કે હવે તેલુગુ સિનેમા માટે ‘ટોલીવૂડ’ શબ્દનો ઉપયોગ થાય છે.

બંગાળ સિનેમાનું આ નામ ફેમસ થવા લાગ્યું. આ પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ હોલિવૂડમાંથી ‘H’ કાઢીને ‘B’ મૂકીને તેને ‘બૉલીવૂડ’ બનાવી દીધું. તે યુગમાં, મુંબઈને ‘બોમ્બે’ કહેવામાં આવતું હતું. તેથી બોલિવૂડમાં ‘B’ અક્ષરને મહત્વ આપીને નામ આપવામાં આવ્યું હતું. 70ના દાયકા સુધીમાં તે આ નામથી વિશ્વભરમાં જાણીતું થયું.

અલગ-અલગ ભાષાના વાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આ રીતે સમજો…

  1. > ઓલીવૂડ: ઓડિયા ફિલ્મ ઉદ્યોગ
  2. > મોલીવૂડ: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી
  3. > કોલીવૂડ: તમિલ ફિલ્મ ઉદ્યોગ
  4. > સેન્ડલવૂડ: કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી
  5. > સોલીવૂડ: સિંધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી
  6. > ઢોલીવૂડ: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી
  7. > લોલીવૂડ: પાકિસ્તાન ફિલ્મ ઉદ્યોગ જ્યાં ઉર્દૂ અને પંજાબી ભાષાની ફિલ્મો બને છે
  8. > ઢાલીવૂડ: ઢાકાની બાંગ્લાદેશી ફિલ્મ ઈન્ડસ્ટ્રી
  9. > કારીવૂડ: કરાચીની પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી
  10. > કાલીવૂડ: કાઠમંડુની નેપાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી
  11. > પોલીવૂડ: પંજાબી અને પાસ્તો સિનેમા
  12. > છોલીવૂડ: છત્તીસગઢની ફિલ્મ ઈન્ડસ્ટ્રી

Published On - 10:29 am, Mon, 9 May 22