કેમ વિરાટ કોહલીની બાયોપિકમાં કામ કરવા માંગે છે RRR ફેમ રામ ચરણ? જણાવ્યું ખાસ કારણ

South Superstar Ram Charan: રામ ચરણ હાલમાં તેની ફિલ્મ આરઆરઆરની ઓસ્કાર જીતવાનું સેલિબ્રેશન કરી રહ્યો છે. એક્ટરે હાલમાં જ તેના અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે વાત કરી અને કહ્યું કે તે વિરાટ કોહલીની (Virat Kohli) બાયોપિકમાં કામ કરવા માંગે છે.

કેમ વિરાટ કોહલીની બાયોપિકમાં કામ કરવા માંગે છે RRR ફેમ રામ ચરણ? જણાવ્યું ખાસ કારણ
Virat Kohli - Ram Charan
| Edited By: | Updated on: Mar 18, 2023 | 8:04 PM

Ram Charan On Virat Kohli Biopic: સાઉથના સુપરસ્ટાર રામ ચરણ આજે ઈન્ટરનેશનલ સ્ટાર બની ગયો છે. તેની ફિલ્મ આરઆરઆર એ જબરદસ્ત કમાણી કરી અને ઓસ્કાર સહિત ઘણા મોટા એવોર્ડ પણ જીત્યા છે. એક્ટર હવે તેના અપકમિંગ પ્રોજેક્ટ કામ કરી રહ્યો છે. હાલમાં તેની પાસે કેટલીક ફિલ્મો છે, આ સાથે જ એક્ટરે પોતે જણાવ્યું છે કે તે કઈ ફિલ્મમાં કામ કરવા માંગે છે. રામ ચરણે કહ્યું કે તે સ્પોર્ટ્સ સાથે જોડાયેલી ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક છે અને જો વિરાટ કોહલીની બાયોપિક હશે તો તે તેના માટે જોરદાર તક હશે.

સ્પોર્ટ્સ પર આધારિત ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક: રામ ચરણ

એક્ટર સાથેની ખાસ વાતચીત દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે તે અપકમિંગ કઈ ફિલ્મોમાં કામ કરવા માંગે છે. તેના જવાબમાં રામ ચરણે કહ્યું- ‘હું સ્પોર્ટ્સ પર આધારિત ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છું. હું ઘણા સમયથી આવું વિચારી રહ્યો છું. આ પછી તેને પૂછવામાં આવ્યું કે જો તેને તક મળે તો શું તે દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીની બાયોપિકમાં કામ કરશે.

રામ ચરણે વ્યક્ત કરી પોતાની ઈચ્છા

તેના જવાબમાં રામ ચરણે કહ્યું કે જો તેને આવી કોઈ ફિલ્મમાં કામ કરવાની તક મળશે તો તે ચોક્કસ કરશે. રામ ચરણને લાગે છે કે કોહલી એક ઈન્સપાયરિંગ ફિગર છે અને બંનેનો દેખાવ પણ થોડો સમાન છે. હવે રામ ચરણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ તેની ઈચ્છા પુરી થાય છે કે નહીં તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : RRR : રાજામૌલીએ ઓસ્કારમાં હાજરી આપવા માટે ચૂકવી મોટી કિંમત, ખરીદી આટલા રૂપિયાની ટિકિટ

વિરાટ કોહલીની વાત કરીએ તો હાલમાં તે માત્ર દેશનો જ નહીં, પરંતુ દુનિયાનો નંબર 1 બેટ્સમેન છે. તે રન મશીન તરીકે ઓળખાય છે. દુનિયાભરમાં તેના ફેન્સની કોઈ કમી નથી અને જો તેના જીવન પર કોઈ ફિલ્મ બનાવવામાં આવે તો તેના ફેન્સ માટે આનાથી મોટી ખુશીની વાત હશે. તે હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વનડે સિરીઝનો ભાગ છે અને વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે.