Gadar 2 : અમરીશ પુરી નહીં તો કોણ? જાણવા મળ્યું છે કે, શાહરૂખની પઠાણનો આ એક્ટર ‘ગદર 2’માં બનશે વિલન

|

Jul 20, 2023 | 12:00 PM

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અમરીશ પુરીને બદલે વિલનની ભૂમિકા કોણ ભજવશે તેની પણ ચર્ચા ચાલી રહી છે.

Gadar 2 : અમરીશ પુરી નહીં તો કોણ? જાણવા મળ્યું છે કે, શાહરૂખની પઠાણનો આ એક્ટર ગદર 2માં બનશે વિલન
Manish Wadhwa in gadar 2

Follow us on

વર્ષ 2001માં રિલીઝ થયેલી સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર આજે પણ લોકોના દિલમાં વસે છે. 22 વર્ષ બાદ હવે તારા સિંહ અને સકીના ગદર 2 સાથે વાપસી કરી રહ્યા છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મને લઈને લોકોમાં આતુરતા છે, પરંતુ એક સવાલ પણ છે. સવાલ એ છે કે આ ફિલ્મમાં વિલનની ભૂમિકા કોણ ભજવશે.

આ પણ વાંચો : Gadar 2 Song : ‘ગદર 2’નું નવું ગીત ‘ખૈરિયત’ તમારા દિલને સ્પર્શી જશે, આંસુ વહાવતો જોવા મળ્યો સની દેઓલ

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વાસ્તવમાં ગદરના પહેલા ભાગમાં પીઢ અભિનેતા અને બોલિવૂડના સૌથી મોટા વિલન અમરીશ પુરીએ ખલનાયકની ભૂમિકા ભજવી હતી. અશરફ અલીનો તેમનો રોલ આજે પણ લોકોના દિલમાં વસે છે. જોકે તે હવે આ દુનિયામાં નથી. વર્ષ 2005માં તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધુ.

આ અભિનેતા બનશે વિલન

ગદર 2માં નાના પડદાના પ્રખ્યાત અભિનેતા અને પઠાણ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મનીષ વાધવા વિલનની ભૂમિકામાં જોવા મળશે. તેણે થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેનો રોલ અમરીશ પુરીના પાત્ર કરતાં અલગ છે. હા, પણ તે જે રોલ કરી રહ્યો છે તેને વિલન કહી શકાય. તેનું પાત્ર નકારાત્મક છે. તેણે કહ્યું કે, તે પાકિસ્તાની જનરલના રોલમાં છે.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં શાહરૂખની પઠાણ ફિલ્મ રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં મનીષ મહત્વના રોલમાં જોવા મળ્યો હતો. ગદર 2ની જેમ પઠાણમાં પણ તેમનો રોલ પાકિસ્તાની જનરલનો હતો.

ચાહકો ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે

ગદર 2 રિલીઝ થવામાં એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. નિર્માતાઓએ પહેલા જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દીધું છે અને હવે ફિલ્મ પહેલા ચાહકો તેના ટ્રેલરની પણ રાહ જોઈ રહ્યા છે. જો કે ટ્રેલર રિલીઝ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:58 am, Thu, 20 July 23

Next Article