કોણ છે રામ ચરણ અને જુનિયર NTR ને પોતાની ધૂન પર નચાવનાર પ્રેમ રક્ષિત, આજે થઈ રહી છે ચર્ચા

|

Mar 16, 2023 | 4:17 PM

SS રાજામૌલીની ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ'ને ગોલ્ડન ગ્લોબમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ગીતે ઈતિહાસ રચ્યો.

કોણ છે રામ ચરણ અને જુનિયર NTR ને પોતાની ધૂન પર નચાવનાર પ્રેમ રક્ષિત, આજે થઈ રહી છે ચર્ચા

Follow us on

ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરના ગીત નાટુ નાટુએ ઈતિહાસ રચ્યો છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ નાઈટમાં આ ગીતને બેસ્ટ ઓરિજનલ સોન્ગનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગીતના હુક સ્ટેપની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. જેના માટે કોરિયોગ્રાફરે 97 ડાન્સ મુવમેન્ટ તૈયાર કર્યા હતા. ત્યારે આ કોરિયોગ્રાફર કોણ છે જેમણે રામ ચરણ અને જૂનિયર એનટીઆરને પોતાના ઈશારા પર નચાવ્યા છે. તેનું નામ પ્રેમ રક્ષિત છે અને શું તમે જાણો છે તે એક સમયે આત્મહત્યા કરવા માંગતો હતો.

આરઆરઆરનું હિટ ગીત નાટુ નાટુને હિટ બનવવાની ક્રિડેટ કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતને જાય છે, તેણે આના માટે ખુબ મહેનત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ડાન્સ માટે તેમણે 97 ડાન્સ મુવમેન્ટ ક્રિએટ કર્યા હતા. જેમાંથી એક હુક સ્ટેપ સિલેક્ટ કરવામાં આવ્યો હતો. નાટુ નાટુ તેલુગુ ગીત છે. જેનું હિન્દી વર્ઝન નાચો નાચો છે. આ ગીતને સિપ્લિંગુજ અને કાળ ભૈરવે ગાયું હતુ જ્યારે એમ એમ કીરવાનીએ આ ગીતને કંપોઝ કર્યું હતુ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

RRR ફિલ્મ નાટુ નાટુ ગીત માટે બેસ્ટ ઓરિજીનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ મેળવી એ સમગ્ર દેશનું નામ રોશન કરી દીધુ છે,

 

70થી વધુ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી

આરઆરઆરના ગીત નાટુ નાટુ પર રામ ચરણ અને જૂનિયર એનટીઆરને પોતાના ઈશારા પર નચાવનાર કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિત છે. આજે તેની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. ફિલ્મોમાં આવ્યા પહેલા તે એક હિરોનો વ્યપારી હતો. તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેની જીદંગીમાં એવા પણ દિવસો આવ્યા હતા જ્યારે તેણે આત્મહત્યા કરવાનું પણ મન બનાવી લીધું હતુ. તેમણે તેલુગુ અને તમિલ ભાષામાં 70થી વધુ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે.

સોંગ પાછળ ઘણી મહેનત લાગી

થોડા સમય પહેલા, ફિલ્મ ‘RRR’ ના ગીત નાટુ નાટુનું બિહાઈન્ડ ધ સીન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે અભિનેતા રામ ચરણ અને જુનિયર એનટીઆર એનર્જેટિક મોડમાં ડાન્સ કરતા જોવા મળે છે. ગીતને વધુ સારું બનાવવા માટે સખત મહેનત અને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સોંગ માટે જે એનર્જીની જરુર પડે છે તેને લઈને પણ બન્ને અભિનેતાઓએ એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી.

Published On - 2:27 pm, Thu, 16 March 23

Next Article