વિરાટની 50મી સદી, અનુષ્કાએ આપી ફ્લાઈંગ કિસ, કોહલીએ પણ આપ્યો જવાબ, જુઓ વીડિયો

વિરાટ કોહલીએ તેની વનડે કરિયરની 50મી સદી ફટકારી હતી. આ પછી તેને સ્ટેન્ડમાં બેઠેલી અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ આપી, જેના જવાબમાં અનુષ્કાએ પણ ફ્લાઈંગ કિસ આપી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાના રિએક્શન આપી રહ્યા છે.

વિરાટની 50મી સદી, અનુષ્કાએ આપી ફ્લાઈંગ કિસ, કોહલીએ પણ આપ્યો જવાબ, જુઓ વીડિયો
Virat Kohli - Anushka Sharma
Image Credit source: Social Media
| Updated on: Dec 12, 2023 | 11:28 PM

વિરાટ કોહલીએ આજે શાનદાર ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ મેચમાં કોહલીએ તેની વનડે ઈન્ટરનેશનલ કરિયરની 50મી અડધી સદી ફટકારી હતી. કોહલીએ 106 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. કોહલીએ પોતાની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. કોહલીની સદી બાદ તે ક્ષણે બધાના દિલ જીતી લીધા. કોહલીએ તેની સદી ફટકારતા જ અનુષ્કા શર્માએ તેને ફ્લાઈંગ કિસ કરી હતી અને તેના જવાબમાં કોહલીએ પણ ફ્લાઈંગ કિસ આપી હતી.

આ સિવાય વિરાટ કોહલી ખુલ્લેઆમ પ્રેમ બતાવવા માટે પણ જાણીતો છે. તેની પત્ની અનુષ્કા શર્મા ઘણીવાર વિરાટની રમત જોવા સ્ટેડિયમમાં આવે છે. આઈપીએલ હોય કે ટીમ ઈન્ડિયાની મેચ દરમિયાન વિરાટે મેદાનમાંથી જ પત્ની અનુષ્કા પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.

આવું જ કંઈક ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં જોવા મળ્યું જ્યારે મેચ પહેલા વિરાટે ફ્લાઈંગ કિસ આપીને પત્ની અનુષ્કાને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાના રિએક્શન આપી રહ્યા છે.

અડધી સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી થોડા સમય માટે ક્રેમ્પ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન સ્ટેન્ડમાં બેઠેલી અનુષ્કા શર્મા પણ થોડી ચિંતિત જોવા મળી રહી હતી. કોહલીએ આ વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી હતી. દર્શકોનું અભિવાદન કર્યા બાદ તેને અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી હતી. કોહલીએ આ મેચમાં 113 બોલમાં 117 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગમાં તેને 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કોહલીએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 711 રન બનાવ્યા છે અને તે સૌથી વધુ સ્કોરર પણ છે.

આ પણ વાંચો: નેપોટિઝમ પર કૃતિ સેનને તોડ્યું મૌન, કહ્યું – ‘સમાન અધિકાર મળવો જોઈએ’

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:39 pm, Wed, 15 November 23