Mumbai : કાર્તિક આર્યન (Kartik Aaryan) બોલિવૂડના હેન્ડસમ એક્ટર્સમાંથી એક છે. તે માત્ર તેની પ્રોફેશનલ લાઈફ માટે જ ચર્ચા રહે છે એવું નથી પરંતુ તેની સાથે તેની પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં છે. એક સમય હતો જ્યારે તેનું નામ સારા અલી ખાન સાથે જોડાયું હતું. જોકે, બાદમાં એવું કહેવામાં આવ્યું કે બંનેનું બ્રેકઅપ થઈ ગયુ. હવે એવી અટકળો ચાલી રહી છે કે કાર્તિક ફરીથી પ્રેમમાં પડ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા સાથેનો તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. વીડિયોમાં બંને સાથે જોવા મળે છે. એવું પણ જોવા મળે છે કે કાર્તિક તારાને ગળે લગાવે છે અને પછી તેને કારમાં બેસાડે છે.
આ પણ વાંચો : Dalip Tahil Jail: ડ્રંક એન્ડ ડ્રાઇવ કેસમાં દલીપ તાહિલને સજા, બાઝીગર અભિનેતાને 2 મહિનાની જેલ
કાર્તિક અને તારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે વિરલ ભાયાણીએ કહ્યું કે આ વીડિયો એક રેસ્ટોરન્ટની બહારનો છે, જ્યાં બંને જમવા આવ્યા હતા. આ વીડિયો જોયા પછી, જ્યાં કેટલાક લોકો તેમના ડેટિંગ વિશે અનુમાન લગાવી રહ્યા છે, ત્યારે કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે આ બંને એકસાથે આશિકી 3 કરવા જઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ફિલ્મ આશિકી 3 ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં કાર્તિક મુખ્ય ભૂમિકામાં હશે અને અભિનેત્રીને લઈને હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ આ વીડિયો જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ ફિલ્મમાં કાર્તિક સાથે તારા જોવા મળશે.
આશિકી 3 સિવાય કાર્તિક બીજી ઘણી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. આ દિવસોમાં તે ચંદુ ચેમ્પિયનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 14 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય ભૂલ ભૂલૈયા 3 ની પણ જાહેરાત કરવામાં આવી છે, જે આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, ભૂલ ભુલૈયા 2 બ્લોકબસ્ટર હતી.
આ પણ વાંચો : Kajol Photos: 49 વર્ષની કાજોલનું કર્વી ફિગર જોઈને ફેન્સ થયા ફિદા, ફોટો થયા વાયરલ