Anupam Kher Rickshaw Travel : એક્ટર અનુપમ ખેરે ઓટો સવારીની લીધી મજા, જાણો ક્યાં કારણોથી તે સુટ પહેરીને રીક્ષામાં બેઠા હતા

Anupam Kher Rickshaw Travel : બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઓટો રિક્ષામાં બેસીને પોતાની ફિલ્મના સ્ક્રીનિંગ માટે પહોંચ્યો છે. તેણે તેની સાથે એક ઘટના પણ શેર કરી છે કે, શા માટે તેને રિક્ષામાં બેસીને થિયેટરમાં પહોંચવું પડ્યું.

Anupam Kher Rickshaw Travel : એક્ટર અનુપમ ખેરે ઓટો સવારીની લીધી મજા, જાણો ક્યાં કારણોથી તે સુટ પહેરીને રીક્ષામાં બેઠા હતા
Anupam kher
| Edited By: | Updated on: Feb 06, 2023 | 1:42 PM

Anupam Kher Rickshaw Travel : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર ઇન્ડસ્ટ્રીમાં 4 દાયકાથી વધુ સમયથી છે. આ દરમિયાન અભિનેતાએ 500થી વધુ ફિલ્મો કરી છે. અનુપમ હંમેશા પોતાના પોઝિટિવ વાઇબ્સથી ફેન્સને પ્રોત્સાહિત કરે છે. વધતી ઉંમર સાથે તેની સ્ટાઈલ વધુ યુવા બની રહી છે. અભિનેતાએ તેની આગામી ફિલ્મ શિવ શાસ્ત્રી બાલબોઆમાં પોતાને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. આ ફિલ્મમાં તે રેસલરના રોલમાં છે. અભિનેતા તાજેતરમાં જ ફિલ્મની સ્ક્રીનિંગ માટે દિલ્હી આવ્યો હતો. અહીં તેની ફિલ્મ જોવા માટે તેને ઓટો રિક્ષામાં મુસાફરી કરવી પડી હતી.

આ પણ વાંચો : Anupam Kherનું છલકાયું દુ:ખ, કહ્યું- આદિત્ય ચોપરા અને કરણ જોહર પાસેથી નથી મળી રહ્યું કામ

ડ્રાઈવરે અનુપમને ખોટા સ્થાને ઉતાર્યો

અનુપમ ખેરે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે ઓટો રિક્ષામાં બેસીને ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તે ઓટોમાંથી નીચે ઉતરે છે અને ડ્રાઈવર સાથે હાથ મિલાવે છે અને તેને પૈસા આપે છે. આ દરમિયાન તેને જોવા માટે મોટી ભીડ એકઠી થાય છે. અનુપમ ફેન્સ અને કેમેરા પર્સનને મળે છે અને ફિલ્મ જોવા માટે સિનેમા હોલમાં જાય છે. આ વીડિયો દિલ્હીના કનોટ પ્લેસનો છે. વાસ્તવમાં ડ્રાઈવરે તેને ખોટા થિયેટરમાં ઉતારી દીધો હતો, જેના પછી તેણે ઉતાવળમાં ઓટો લેવી પડી હતી.

જુઓ વીડિયો

વીડિયો સાથે હાસ્યની ઈમોજી શેર કરતાં અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું- “કંઈ પણ થઈ શકે છે. ગઈકાલે દિલ્હીમાં મારી ફિલ્મ ShivShastriBalboaનું સ્પેશિયલ સ્ક્રીનિંગ હતું. ડ્રાઈવરે મને ખોટા થિયેટરમાં ડ્રોપ કર્યો! તેથી સમયસર પહોંચવા માટે મારે મારા સૂટ-બૂટમાં ઓટોમાં જવું પડ્યું! ઘણી મજા આવી જમીન પર ઉતરીને.

ફિલ્મ આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે, જ્યારે અભિનેતાએ તાજેતરમાં જ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું ત્યારે અનુપમનો લુક જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ચાહકો તેના વખાણ કરતા થાકતા ન હતા. કેટલાક ચાહકોનું માનવું હતું કે મિત્ર અનિલ કપૂરની સંગતમાં આવ્યા બાદ અનુપમે પોતાની કાયા બદલી નાખી. આ વાત સાથે સહમત થવું પડશે કે, અનુપમ ખેર જેઓ 70 વર્ષના થવા જઈ રહ્યા છે, તેનું આ પરિવર્તન રસપ્રદ છે. ફિલ્મની વાત કરીએ તો તે 10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.