Gadar 2 Viral Video : ‘ગદર 2’ના આ એક્શનની સામે હેન્ડપંપ ઉખેડવાનું દ્રશ્ય ફેલ, રિલીઝ પહેલાં જ લીક થયો VIDEO

|

Feb 04, 2023 | 9:23 AM

Gadar 2 Viral Video : બોલિવૂડના દિગ્ગજ અને મજબૂત એક્શન સ્ટાર સની દેઓલની ફિલ્મો માટે ચાહકોમાં ક્રેઝ આજે પણ જોવા મળે છે. સની દેઓલ ટૂંક સમયમાં ગદર 2 સાથે આવી રહ્યો છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Gadar 2 Viral Video : ગદર 2ના આ એક્શનની સામે હેન્ડપંપ ઉખેડવાનું દ્રશ્ય ફેલ, રિલીઝ પહેલાં જ લીક થયો VIDEO
Gadar 2 Viral Video

Follow us on

Gadar 2 Viral Video : બોલિવૂડના દિગ્ગજ અને મજબૂત એક્શન સ્ટાર સની દેઓલની ફિલ્મો માટે ચાહકોમાં ક્રેઝ આજે પણ જોવા મળે છે. સની દેઓલે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે લોકો તેમની જૂની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. તેની ફિલ્મોના ડાયલોગ્સથી લઈને એક્શન સીન્સથી ફેન્સ પ્રભાવિત થાય છે. તેમની આવી જ એક ફિલ્મ હતી ‘ગદર’. આ ફિલ્મે સની દેઓલનું ભાગ્ય બદલી નાખ્યું.

આ પણ વાંચો : BIGGEST CLASH: આ બે મોટી ફિલ્મોની ટક્કર સની દેઓલની ‘ગદર 2’ સાથે થશે

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આ ફિલ્મમાં તારા પોતાના પ્રેમ માટે પાકિસ્તાન ગયો હતો અને ત્યાંનો હેન્ડપંપ ઉખાડી નાખ્યો હતો. ગદરનું આ દ્રશ્ય કોઈ કેવી રીતે ભૂલી શકે? વર્ષો પછી સનીએ ‘ગદર 2’ની જાહેરાત કરી છે. ‘ગદર 2’નું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે. આ દિવસોમાં સની દેઓલ તેની ટીમ સાથે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન શૂટિંગ દરમિયાનનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો….

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ફિલ્મનો એક જબરદસ્ત સીન શૂટ થઈ રહ્યો છે. આ દ્રશ્ય જોયા પછી લોકોને હેન્ડપંપ વાળો સીન ચોક્કસ યાદ હશે. વાસ્તવમાં વીડિયોમાં જોઈ શકાય છે કે સની અને અમીષા પટેલ એક-એક પોલ સાથે બંધાયેલા છે. પોલીસકર્મીઓ તેમની આસપાસ ઉભા જોવા મળે છે. જેમાંથી બધા તેની તરફ બંદૂકો તાકી રહ્યા છે. ડાયરેક્ટર એક્શન કહેતાની સાથે જ સની દેઓલ આગળ વધીને થાંભલો ઉખેડી નાખે છે.

આ વીડિયોને શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે ગદર 2નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ વાયરલ વીડિયોએ ચાહકોમાં ઉત્સાહ બમણો કરી દીધો છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફેન્સ હવે સનીના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગદર 2થી સની દેઓલ લાંબા સમય પછી કમબેક કરવા જઈ રહ્યો છે. જો કે તેણે થોડાં સમય પહેલા ફિલ્મ કરી હતી પરંતુ તે તમામ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

Next Article