The Kashmir Files પછી આવી રહી છે ‘ધ કન્વર્ઝન’, ‘ધર્માંતરણ’ જેવા ગંભીર મુદ્દાને ઉજાગર કરશે વિનોદ તિવારીની ફિલ્મ

|

Apr 16, 2022 | 4:48 PM

દિગ્દર્શક વિનોદ તિવારીએ તેમની ફિલ્મ 'ધ કન્વર્ઝન' (The Conversion) વિશે કહ્યું, આ ફિલ્મ એ તમામ છોકરીઓ માટે છે, જેમની આંખોમાં પ્રેમનો પડદો નાખીને ઊંડા કૂવામાં ફેંકી દેવામાં આવે છે. આ એવો રસ્તો છે કે જેના પર આગળ વધીને પાછા ફરવુંઅશક્ય છે.

The Kashmir Files પછી આવી રહી છે ધ કન્વર્ઝન, ધર્માંતરણ જેવા ગંભીર મુદ્દાને ઉજાગર કરશે વિનોદ તિવારીની ફિલ્મ
The Conversion Movie

Follow us on

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) ફિલ્મમાં કાશ્મીરમાં લઘુમતી હિંદુઓ પરના અત્યાચારને હિંમત અને પુરાવા સાથે બતાવવામાં આવ્યા હતા. હવે આ પ્રકારના વિષય પર બનેલી ફિલ્મ ‘ધ કન્વર્ઝન’ (The Conversion) રિલીઝ માટે તૈયાર છે. જે ધર્માંતરણ જેવા ગંભીર મુદ્દાને ઉજાગર કરશે. આ ફિલ્મના નિર્દેશક વિનોદ તિવારી છે. તેમણે કહ્યું કે, વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ભારતના એક પ્રદેશમાં ક્રૂરતાની ઘટના છે, પરંતુ સમગ્ર ભારતમાં લોકોની નજર સામે દીકરીઓને એક વિશેષ વર્ગ દ્વારા ભ્રમિત કરવામાં આવી રહી છે અને તેમનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તેમની લાગણીઓ સાથે રમત રમાય છે અને જ્યારે તેમનો હેતુ પૂરો થાય છે ત્યારે તે દીકરીઓને સજા કરવામાં આવે છે અથવા તેમને તરછોડીને ભટકવા માટે છોડી દેવામાં આવે છે.

શું છે ફિલ્મમાં, વિનોદ તિવારીએ કહ્યું..

તેમણે આગળ કહ્યું, અખબારો અને મીડિયામાં હંમેશા આવી ઘટનાનો ઉલ્લેખ થાય છે, પરંતુ ગુનેગાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉલટું છોકરીઓને દોષિત ઠેરવવામાં આવે છે. છેવટે, ખરેખર દોષી કોણ છે? આ બિનસાંપ્રદાયિક દેશમાં ધર્મની આડમાં એક સુચિત કાવતરા હેઠળ અનૈતિક અને ગુનાહિત કૃત્યો કરવામાં આવી રહ્યા છે. આ અંગે પહેલ કરનારા કોઈ નથી.

આપણી દીકરીઓને આવા ષડયંત્રકારી શૈતાનોથી વાકેફ કરવા અમે આ ફિલ્મ બનાવી છે. જેથી લોકોની આંખો ખોલી શકાય. તેમની ફિલ્મ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સત્યને દર્શાવવામાં આવ્યું છે. આ રૂપાંતરણોનો હેતુ શું છે? એવા કયા વર્ગ છે કે જેઓ તે છુપાયેલા સાપ બની ગયા છે?’

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ તારીખે થશે રિલીઝ

દિગ્દર્શક વિનોદ તિવારીએ તેમની ફિલ્મ ‘ધ કન્વર્ઝન’ વિશે કહ્યું, આ ફિલ્મ એ તમામ છોકરીઓ માટે છે, જેમની આંખોમાં પ્રેમનો પડદો નાખીને ઊંડા કૂવામાં ફેંકી દેવામાં આવે છે. આ એ રસ્તો છે જેના પર આગળ વધ્યા પછી પાછળ જવું અશક્ય છે. આ તે ધૂર્ત પ્રેમ છે, જે છોડ જેવો છે, જે આકર્ષક લાગે છે, પરંતુ અસહ્ય પીડા સાથે મારવાનું કામ કરે છે. છોકરીઓને તેમના પ્રલોભનમાં ફસાવીને ધર્માંતરણ કરવાની કેટલીક સાચી ઘટનાઓ પર આધારિત ફિલ્મ ‘ધ કન્વર્ઝન’ 6 મે 2022ના રોજ સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.

ન્યૂયોર્કમાં થયું હતું આ ફિલ્મનું પ્રીમિયર

જણાવવામાં આવ્યું હતું કે, ધર્માંતરણના ગંભીર મુદ્દા પર બનેલી આ ફિલ્મનો પ્રીમિયર 27 માર્ચે ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં ફિલ્મ જોવા આવેલા તમામ દર્શકોને પ્રેરણા મળી હતી. જય હિન્દ, ભારત માતા કી જય અને જય શ્રી રામના નારાથી સિનેમા હોલમાં સૌએ ગુંજી ઉઠ્યું હતું. દર્શકોએ સંકલ્પ કર્યો કે, તેઓ આ ફિલ્મ બતાવીને તેમના ઘરની છોકરીઓને જાગૃત કરવાનો પ્રયાસ કરશે. આ ફિલ્મ વર્તમાન સમયની વાસ્તવિકતા છે, જેનું જલદી જ્ઞાન મેળવ્યા બાદ સાવચેતી રાખવાની જરૂર છે.

મહિલા વર્ગે આ ફિલ્મ જોવી જરૂરી

ઉત્તર પ્રદેશની સરકારે લવ જેહાદ પર લગામ લગાવવાનો પ્રયાસ કર્યો. ઘણા કાયદાઓ બન્યા. પરંતુ તે ત્યારે જ અસરકારક રહેશે જ્યારે જનતા જાગૃત થશે અને આ જ વાત વિનોદ તિવારી પોતાની ફિલ્મ દ્વારા કરી રહ્યા છે. તમામ ભારતીયોએ ખાસ કરીને મહિલા વર્ગે આ ફિલ્મ જોવી જરૂરી છે, જેથી આવતીકાલે તેઓ તેમની લાગણીઓ સાથે રમત ન કરે.

નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબના બેનર હેઠળ નિર્મિત, ‘ધ કન્વર્ઝન’નું નિર્માણ રાજ પટેલ, વિપુલ પટેલ અને રાજ નોસ્ટ્રમ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્દેશન વિનોદ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે. વંદના તિવારીએ લખેલી આ ફિલ્મના સંગીતકાર અનામિક ચૌહાણ છે.

મુખ્ય ભૂમિકામાં વિંધ્યા તિવારી

ફિલ્મમાં વિંધ્યા તિવારી, પ્રતિક શુક્લા, રવિ ભાટિયા અને મનોજ જોશીએ કામ કર્યું છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી વિંધ્યા તિવારી કહે છે કે, જ્યારે તેણે ફિલ્મની વાર્તા સાંભળી ત્યારે તે ભાવુક થઈ ગઈ હતી. વિંધ્યાની આ પહેલી ફિલ્મ છે. આ પહેલા તેણે સતત સિરિયલોમાં કામ કર્યું છે. વિંધ્યા કહે છે કે, આ સમાજને અરીસો બતાવતી ફિલ્મ છે. પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ કપટ અને બળજબરીથી ભરેલો પ્રેમ સહન કરવામાં આવશે નહીં.

ફિલ્મના પાત્રમાં તેની એક જ સમાનતા છે કે તે બનારસથી છે. વિંધ્યા તેના પરિવારની ખૂબ નજીક છે અને બજરંગબલી માટે અતૂટ આદર ધરાવે છે. રવિ ભાટિયાએ સિરિયલોમાં પણ કામ કર્યું છે. તેણે ‘જોધા અકબર’માં સલીમનું પાત્ર ભજવ્યું હતું અને આ ફિલ્મમાં તે દેવની ભૂમિકામાં જોવા મળશે. તે અક્ષય કુમારથી પ્રભાવિત છે અને એક્શનથી ભરપૂર ફિલ્મો કરવા માંગે છે.

આ ફિલ્મમાં તેણે કોલેજ સીન શૂટ કરવાની અને બાઇક ચલાવવાની મજા માણી હતી. આ ફિલ્મમાં પ્રતીક શુક્લાનું પાત્ર ગ્રે શેડમાં જોવા મળશે. તે કહે છે કે આ જ પાત્રમાં તેણે અનેક રૂપમાં અભિનય કર્યો છે, જે ફિલ્મ જોઈને જ ખબર પડશે. આ ફિલ્મ પહેલા તેણે સિરિયલની સાથે મોડલિંગમાં પણ કામ કર્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બાદ હવે ‘ધ કન્વર્ઝન’ નામની ફિલ્મ થશે રિલીઝ, લવજેહાદના મુદ્દા પર બની છે ફિલ્મ

આ પણ વાંચો: MI vs LSG Playing XI IPL 2022: પ્રથમ જીત મેળવવા મુંબઈ ઈન્ડિયન્સની આવી છે પ્લયીંગ ઈલેવન, લખનૌ અને મુંબઈએ કર્યો આ ફેરફાર

Next Article