કન્નડ અભિનેતા વિજય રાઘવેન્દ્રની પત્ની સ્પંદના રાઘવેન્દ્રનું બેંગકોકની હોસ્પિટલમાં હાર્ટ એટેકથી અવસાન થયું. રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે તે તેના પરિવાર સાથે થાઈલેન્ડમાં હતી. વિજય રાઘવેન્દ્રની પત્નીને લો બ્લડ પ્રેશર હતું, જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના પાર્થિવ દેહ આવતીકાલે બેંગલુરુ પહોંચવાની આશા છે, જ્યાં તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવશે. વિજય રાઘવેન્દ્ર અને સ્પંદનાના લગ્ન 26 ઓગસ્ટ 2007ના રોજ થયા હતા. રિટાયર્ડ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બી.કે. શિવરામની પુત્રી સ્પંદના તુલુ વંશની હતી.
આ પણ વાંચો : South Cinema : ચિરંજીવીની ‘ગોડ ફાધર’માં સલમાનની જબરદસ્ત એન્ટ્રી, બંને સ્ટાર્સ એક્શન મોડમાં
તેમને એક પુત્ર શૌર્ય અને એક પુત્રી હતી. 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અપૂર્વા’માં સ્પંદનાએ ગેસ્ટ અપિયરન્સ કર્યું હતું. તાજેતરમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે, જેના કારણે ચિંતાઓ પણ વધી રહી છે, પુનીત રાજકુમાર સહિત અનેક જાણીતી હસ્તીઓનું પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે.
સ્પંદનાના નિધનથી ઈન્ડસ્ટ્રી અને તેના ફેન્સમાં શોકની લહેર છવાઈ ગઈ છે. આ દુ:ખદ ઘટના તેમના લગ્નની 16મી વર્ષગાંઠ ઉજવવાના 19 દિવસ પહેલા બની હતી. વિજય રાઘવેન્દ્ર હાલમાં બેંગ્લોરમાં છે, જ્યાં તેને તેની આગામી ફિલ્મ કડાના પ્રમોશનમાં ભાગ લેવાનો હતો.
આ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જો કે પત્ની સ્પંદનાનું અચાનક અવસાન થતાં તેની યોજના અટકી પડી છે. રવિવારે બેંગકોક. સ્પંદનાના પિતા બીકે શિવરામ તેના મૃતદેહને ભારત પરત લાવવા બેંગકોક જવા રવાના થઈ ચૂક્યા છે. મંગળવારે તેમના મૃતદેહને વતન લાવવામાં આવે તેવી શક્યતા છે.
તમને જણાવી દઈએ કે અભિનેતા વિજય રાઘવેન્દ્રની એક્ટિંગ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને ખૂબ જ પસંદ આવી છે, ફિલ્મ ‘ચિન્નારી મુથા’માં તેની એક્ટિંગને દર્શકોએ ખૂબ વખાણી હતી. આ ફિલ્મ ‘ચિન્નારી મુથા’ માટે અભિનેતા વિજય રાઘવેન્દ્રને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો