શાહરૂખ ખાનની આ અમૂલ્ય વસ્તુ મેળવવા માંગે છે વિજય દેવરકોંડા, પોતે જ કર્યો ખુલાસો

હાલમાં જ 'લાલ સિંહ ચઢ્ઢા'ના બોયકોટ પર પોતાની ટિપ્પણી બાદ વિજય દેવરકોંડાને (Vijay Deverakonda) સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

શાહરૂખ ખાનની આ અમૂલ્ય વસ્તુ મેળવવા માંગે છે વિજય દેવરકોંડા, પોતે જ કર્યો ખુલાસો
Vijay Deverakonda
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Aug 23, 2022 | 7:16 PM

જેમ જેમ ફિલ્મ લાઈગરની (Liger) રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ ફેન્સની આતુરતા પણ વધી રહી છે. વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. આ બંને સિવાય રામ્યા કૃષ્ણન અને માઈક ટાયસન પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે વિજય દેવરકોંડા પોતાની ડેબ્યુ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યો છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યુમાં વિજય દેવરકોંડાએ બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) વિશે નિવેદન આપ્યું હતું.

શાહરૂખ ખાનનું ‘કિંગ’ ટાઈટલ જોઈએ છે: વિજય દેવરકોંડા

શાહરૂખ ખાનને બોલિવૂડના કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન વિજય દેવરકોંડાએ કહ્યું કે તેને શાહરૂખ ખાનનું ‘કિંગ’ ટાઈટલ જોઈએ છે. છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન પણ કહેવામાં આવે છે. વિજય દેવરકોંડાએ વધુમાં કહ્યું કે જ્યારે કોઈ મારા પરફોર્મન્સ વિશે વાત કરે છે ત્યારે હું ‘સારા’ શબ્દથી ખુશ નથી થતો. તે મારા માટે અપમાન સમાન છે. મારા માટે, કંઈક અસાધારણ થવું જોઈએ.

બોલિવૂડ ફિલ્મો વિશે કહી આ વાત

શું વિજય દેવરાકોંડા બોલિવૂડની ઓફરમાં રસ દાખવી રહ્યો છે, જેના જવાબમાં તેને કહ્યું કે મને અત્યારે ફિલ્મો સાઈન કરવામાં રસ નથી. અત્યારે હું ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ બિઝી છું. મને પ્રચાર કરવામાં, લોકોને મળવામાં, લોકો સાથે વાત કરવામાં, ટ્રાવેલ કરવામાં અને ખાવાની મજા આવે છે. હું અત્યારે લાઈગરથી આગળ વધુ કામ જોવાનું વિચારી રહ્યો નથી. તેથી એકવાર લાઈગર રિલીઝ થઈ જશે ત્યારે હું થોડો સમય લઈશ અને પછી વિચારીશ કે મારે શું જોઈએ.

લાલ સિંહ ચઢ્ઢાને લઈને વિવાદોમાં આવ્યો

હાલમાં જ લાલ સિંહ ચઢ્ઢાના બોયકોટ પરની તેની ટિપ્પણી બાદ વિજય દેવરકોંડાએ સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડ્યો હતો. વિજય દેવરકોંડાએ કહ્યું કે જ્યારે તમે કોઈ ફિલ્મને બોયકોટ કરવાનો નિર્ણય કરો છો, ત્યારે તમે માત્ર આમિર ખાનને જ નહીં, હજારો પરિવારોને પ્રભાવિત કરી રહ્યાં છો જેઓ કામ અને આજીવિકા ગુમાવે છે.