Bollywood News: વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને રડી પડ્યા દર્શકો, વીડિયો થયો વાઈરલ

સોશિયલ મીડિયા પર સ્પેશિયલ સ્ક્રીનિંગ (The Kashmir Files Speciala Screening)નો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બે મહિલાઓ અલગ-અલગ સીટ પર બેઠેલી ઈમોશનલ જોવા મળી રહી છે.

Bollywood News: વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોઈને રડી પડ્યા દર્શકો, વીડિયો થયો વાઈરલ
The Kashmir Files
| Edited By: | Updated on: Mar 06, 2022 | 12:32 PM

The Kashmir Files: જમ્મુમાં કાશ્મીરી પંડિતોના (Kashmiri Pandit) વિસ્થાપન પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ ફિલ્મ પૂરી થયા બાદ લોકો પોતાની સીટ પર ઉભા રહીને આંસુ વહાવતા જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર સ્પેશિયલ સ્ક્રીનિંગ (The Kashmir Files Speciala Screening)નો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બે મહિલાઓ અલગ-અલગ સીટ પર બેઠેલી ઈમોશનલ જોવા મળી રહી છે. મેકર્સે આ ફિલ્મ વિશે દાવો કર્યો છે કે, આ ફિલ્મ કાશ્મીરીઓના વિસ્થાપનનું સત્ય લોકોની સામે લાવશે. આ ફિલ્મમાં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી ઉપરાંત પલ્લવી જોશી અને દર્શન કુમાર પણ છે.

કાશ્મીર ફાઈલ્સ જોતા રડ્યા પ્રેક્ષકો

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહરે વિવેક અગ્નિહોત્રીના ટ્વીટને રીટ્વીટ કર્યું છે. ફિલ્મ નિર્માતાના ટ્વીટમાં એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. જેમાં ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ મહિલાઓ રડતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેયર કરતાં ગિરીશ જોહરે કેપ્શનમાં લખ્યું- ‘પાવર ઓફ ટ્રુ સિનેમા’.

આ દરમિયાન ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ જમ્મુમાં દાવો કર્યો હતો કે, કાશ્મીર સમસ્યાના ઉકેલને રાજકારણથી જોવું ખોટું છે. તેમણે કહ્યું કે, લોકશાહીમાં રાજકારણ વોટબેંકથી ચાલે છે, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં પંડિતોની કોઈ વોટબેંક નથી. તેથી જ કદાચ તે ક્યારેય ઉકેલાઈ શક્યું નથી.

વિવેક અગ્નિહોત્રીએ પ્રતિક્રિયા કરી શેયર

વિવેક અગ્નિહોત્રીએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી કેટલાક વીડિયો પણ શેયર કર્યા છે. જેમાં તે દર્શકોની પ્રતિક્રિયા બતાવી રહ્યો છે. એક વીડિયો શેયર કરતા વિવેક અગ્નિહોત્રીએ કેપ્શનમાં લખ્યું- ‘તૂટેલા લોકો બોલતા નથી, તેમને સાંભળવામાં આવે છે.’ વિવેક અગ્નિહોત્રીએ બીજી પોસ્ટ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ફિલ્મ-ધ કાશ્મીર ફાઈલ્સની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. આઈએમડીબીના રીયલ ટાઈમમાં કાશ્મીર ફાઈલ્સને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: The Kashmir Files Trailer Out: કાશ્મીર ફાઈલ્સનું ટ્રેલર રિલીઝ થયુ, ફિલ્મ 11મી માર્ચે થશે રિલીઝ

આ પણ વાંચો: Anupam Kherની ફિલ્મની રિલીઝ ડેટ આવી સામે, હવે આ દિવસે સિનેમાઘરોમાં થશે રિલિઝ