Vidya Balan Funny Video: વિદ્યા બાલને ગુગલને ગીત માટે રિક્વેસ્ટ કરી, Googleનો જવાબ સાંભળીને તમે હસાવાનું રોકી શકશો નહિ

ભૂલ ભુલૈયાની અભિનેત્રી વિદ્યા બાલ (Vidya Balan)ને સોશિયલ મીડિયા પર પોતાનો એક ફની વીડિયો શેર કર્યો છે, અભિનેત્રીનો ફની વીડિયો જોઈને તમે હસવાનું રોકી નહીં શકો.

Vidya Balan Funny Video: વિદ્યા બાલને ગુગલને ગીત માટે રિક્વેસ્ટ કરી, Googleનો જવાબ સાંભળીને તમે હસાવાનું રોકી શકશો નહિ
વિદ્યા બાલને ગુગલને ગીત માટે રિક્વેસ્ટ કરી
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 11, 2022 | 12:13 PM

Vidya Balan Latest Funny Video: વિદ્યા બાલને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફરી એકવાર તેનો એક ફની વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ગૂગલને હેલો કહેતા ગીત માંગ્યું હતું, પરંતુ ગૂગલે તેની ઈચ્છા પર કંઈક એવું કહ્યું, જે સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. અભિનેત્રી વિદ્યા બાલન ઘણીવાર તેની ફિલ્મોની સાથે સાથે તેની સોશિયલ પોસ્ટ માટે પણ ચર્ચામાં રહે છે. તેની ગંભીર અને ફની સ્ટાઇલ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે

‘અભી ઝિંદા હૂં તો જી લેને દો

તમને જણાવી દઈએ કે ,વિદ્યા બાલને તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ગૂગલને હેલો કહ્યું અને ગીત પ્લે કરવાની ભલામણ કરી. તેનો આ વીડિયો ખૂબ જ ફની છે અને તેને જોયા પછી કોઈ પણ હસવાનું રોકી શકશે નહીં.આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા વિદ્યા બાલને ફોન ઈમોજી સાથે કેપ્શનમાં લખ્યું, Hello Google (હેલો ગૂગલ). વિડિયોમાં, તેણે 1995ની ફિલ્મ નજાયાઝનું ફેમસ ગીત ‘અભી ઝિંદા હૂં તો જી લેને દો’ તેના મોબાઈલ ફોન પર ખૂબ જ રમુજી રીતે ગાયું છે અને તે વધારે ગીત માટે ગૂગલને માંગણી કરે છે.

વીડિયો જુઓ

 

 

વીડિયોના અંતમાં વિદ્યા બાલનની ડિમાન્ડ પર ગૂગલ તરફથી મળેલો જવાબ ખૂબ જ ફની છે પરંતુ વિદ્યા બાલનનો જવાબ તેને દુઃખી કરે છે. ગૂગલે શું જવાબ આપ્યો તે વીડિયોમાં જુઓ

દરેક ભુમિકામાં પડદા પર જોવા મળી

તમને જણાવી દઈએ કે, વિદ્યા બાલન પોતાના અત્યારસુધીના કરિયરમાં દરેક ભુમિકામાં પડદા પર જોવા મળી ચૂકી છે. ફિલ્મોમાં પોતાની એક્ટિંગ સિવાય વિદ્યા બાલન પોતાના વિચારો ખુલીને સામે રાખે છે. કોઈ સામાજીક મુદ્દા હોય કે પછી મહિલાઓના હિતમાં બોલવાનું હોય તો તે પાછળ હટતી નથી. આ સાથે તે ખુબ મસ્તી મજાક માટે પણ ફેમસ છે.

2003મા તેણે બંગાળી ફિલ્મ ભલો થેકોમાં ભૂમિકા ભજવી હતી, જેના માટે તેણીને કલકત્તામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બાલને તેણીની હિન્દી ફિલ્મમાં પરિણીતા સાથે પ્રવેશ કર્યો હતો,જો કે આ ફિલ્મ સફળ થઈ ન હતી. અત્યારસુધી અભિનેત્રી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.