Neeyat Trailer : વિદ્યા બાલનની ફિલ્મ ‘નિયત’નું ટ્રેલર રિલીઝ, શું ડિટેક્ટીવ બનેલી વિદ્યા આ હત્યાનો ભેદ ઉકેલી શકશે?

|

Jun 22, 2023 | 3:34 PM

Vidya Balan Film Neeyat Trailer Out : વિદ્યા બાલનની ફિલ્મ 'નિયત'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં વિદ્યા બાલને એક મજબૂત જાસૂસની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે.

Neeyat Trailer : વિદ્યા બાલનની ફિલ્મ નિયતનું ટ્રેલર રિલીઝ, શું ડિટેક્ટીવ બનેલી વિદ્યા આ હત્યાનો ભેદ ઉકેલી શકશે?
Movie Neeyat Trailer Out

Follow us on

Vidya Balan Upcoming Movie Neeyat Trailer : અભિનેત્રી વિદ્યા બાલન જાસૂસ તરીકે સ્ક્રીન પર કમબેક કરવા માટે તૈયાર છે. વિદ્યા બાલનની ફિલ્મ નિયતનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં વિદ્યા ડિટેક્ટીવ બની છે. ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે. ફિલ્મમાં વિદ્યા બાલન સંપૂર્ણપણે બદલાયેલા લુકમાં જોવા મળી રહી છે. નિયતનું ટ્રેલર જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો : Heart Of Stone Trailer: વિલનના રોલમાં જોવા મળી આલિયા ભટ્ટ, ‘હાર્ટ ઓફ સ્ટોન’નું ટ્રેલર રિલીઝ

બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં
પીરિયડમાં નોર્મલ બ્લીડિંગ કેટલું થવું જોઈએ ?
Get Rid From Rat : ઉંદરોને ઘરમાંથી ઊભી પૂંછડીએ ભગાડવાની ટ્રિક

વિદ્યા બાલનેએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ નિયતનું ટ્રેલર શેર કર્યું છે. ફિલ્મની વાર્તા એક હત્યાની વાર્તાની આસપાસ ફરે છે, જેમાં ઘણા પાત્રો શંકાના દાયરામાં આવે છે, પરંતુ વિદ્યા બાલનને વાસ્તવિક હત્યારાને શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. ટીઝરમાં વિદ્યા બાલને મીરા નામની ડિટેક્ટીવની ભૂમિકા ભજવી છે. ટીઝરની શરૂઆતમાં, રામ કપૂર, જેઓ AK તરીકે ઓળખાય છે, તેમના પરિવાર અને મિત્રો માટે એક ભવ્ય પાર્ટી રાખે છે, પરંતુ ઉજવણીની વચ્ચે એકેનું મૃત્યુ થાય છે.

આ હત્યાનું રહસ્ય ઉકેલવાની જવાબદારી વિદ્યા બાલનને મળે છે. વિદ્યા દરેકને શંકાના દાયરામાં લઈ રહી છે. જુદી જુદી પૂછપરછ કરે છે. તે દિવસે પાર્ટીમાં હાજર દરેક વસ્તુની તપાસ કરવામાં આવે છે.

અગાઉ વિદ્યા બાલને ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું અને લખ્યું હતું કે, ‘મિસ્ટ્રી અને મોટિવ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે… સાથે રહો.’ ટીઝર જોયા પછી જ ચાહકોમાં ઉત્તેજના વધી ગઈ હતી. ટીઝરમાં વિદ્યા બાલનના લૂકની ઝલક પણ જોવા મળી રહી છે.

આ એક્ટરો મુખ્ય ભૂમિકામાં

ટ્રેડિશનલ લુક અને લાંબા વાળમાં જોવા મળતી વિદ્યા બાલનનો નવો અવતાર ચાહકોને પસંદ આવી રહ્યો છે. વિદ્યા બેંગ હેરસ્ટાઈલમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફિલ્મમાં વિદ્યા ઉપરાંત રામ કપૂર, નિક્કી વાલિયા, દાનેશ રાજવી, શશાંક અરોરા, અમૃતા પુરી, નીરજ કબી, પ્રાજક્તા કોલી, શહાના ગોસ્વામી અને રાહુલ બોઝ મુખ્ય ભૂમિકામાં છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article