Video : સિદ્ધાંત ચતુર્વેદીએ ‘સસુરાલ ગેંદા ફૂલ’ સોન્ગ પર ડાન્સ કરીને વિકી કૌશલ અને કેટરિના કૈફને આપી શુભેચ્છાઓ

'ગલી બોય' ફેમ સિદ્ધાંત ચતુર્વેદીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ચશ્મા પહેરીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તે પોતાના ઘરમાં 'સસુરાલ ગેંદા ફૂલ' ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે.

Video : સિદ્ધાંત ચતુર્વેદીએ સસુરાલ ગેંદા ફૂલ સોન્ગ પર ડાન્સ કરીને વિકી કૌશલ અને કેટરિના કૈફને આપી શુભેચ્છાઓ
Siddhant Chaturvedi
| Edited By: | Updated on: Dec 12, 2021 | 9:25 PM

વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફના (Katrina Kaif) લગ્ન બાદ હવે એકબીજાના થઇ ગયા છે. 9 ડિસેમ્બર 2021ના રોજ આ કપલે એકબીજા સાથે લગ્ન કરીને મીડિયામાં ચાલી રહેલા લગ્નના સસ્પેન્સનો અંત લાવ્યો હતો. જેવા આ સ્ટાર્સ દ્વારા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી કે તરત જ અભિનંદનનો સિલસિલો શરૂ થઈ ગયો. આ દરમિયાન સિદ્ધાંત ચતુર્વેદીએ અનોખો ડાન્સ કરીને વિકી અને કેટરિનાને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે.

‘ગલી બોય’ ફેમ સિદ્ધાંત ચતુર્વેદીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ચશ્મા પહેરીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તે પોતાના ઘરમાં ‘સસુરાલ ગેંદા ફૂલ’ ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. આ સાથે એક ફની કેપ્શન લખીને તેણે બોલિવૂડના સૌથી હોટ કપલને લગ્નની શુભેચ્છા પાઠવી છે.

વીડિયો પોસ્ટ કરતી વખતે સિદ્ધાંતે કેપ્શનમાં લખ્યું કે કેટરિના કૈફ સસુરાલ ગેંદા ફૂલ મુબારક! વિકી કૌશલ પાજીની બારાતમાં એક બારાતી ખૂટ્યો હતો, પણ કમી જરાય અનુભવવા નહીં દઇએ. તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન! તમે બંનેએ આખા ભારત માટે લગ્નનો મૂડ બનાવ્યો છે. આ કેપ્શન લખ્યા બાદ સિદ્ધાંતે આ જોડીને ટૂંકું નામ પણ આપ્યું છે. તેણે વિકી અને કેટરિનાને નવું નામ ‘વિકેટ’ આપ્યું છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા. આ લગ્ન વિશે કોઈને સત્તાવાર સમાચાર નહોતા, પરંતુ બંનેએ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. આ દરમિયાન માત્ર નજીકના અને પરિવારના સભ્યો જ હાજર હતા. આ સ્થળ પર કડક સુરક્ષા હતી, જેના કારણે મીડિયા આ લગ્નથી દૂર રહ્યું હતું, પરંતુ આખરે બધાને આ સ્ટાર્સના સોશિયલ મીડિયા પરથી તેમના લગ્નના સમાચાર મળ્યા. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

 

આ પણ વાંચો –

Goa Assembly Elections: TMC સાથે ગઠબંધન નહીં કરે આમ આદમી પાર્ટી, કહ્યું- અમે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવીશું

આ પણ વાંચો –

કોરોનાકાળમાં બાળકોના અભ્યાસ પર થયેલી અસર નિવારાશે, રાજ્યભરની શાળાઓમાં 100 કલાક ‘સમયદાન’ શૈક્ષણિક યજ્ઞનું વિશેષ આયોજન