નવાઝુદ્દીન સિદ્દીકીની નોકરાણીનો વીડિયો થયો વાયરલ, દુબઈના ઘરમાં એકલી ફસાઈ, મદદની કરી અપીલ, જુઓ Viral Video

અભિનેતાની નોકરાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રડી રહી છે અને દુનિયા સામે પોતાનો ભૂતકાળ સંભળાવી રહી છે. નવાઝુદ્દીનની નોકરાણી સપના જે તેના દુબઈના ઘરમાં કામ કરે છે તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની નોકરાણીનો વીડિયો થયો વાયરલ, દુબઈના ઘરમાં એકલી ફસાઈ, મદદની કરી અપીલ, જુઓ Viral Video
Nawazuddin Siddiqui
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Feb 19, 2023 | 11:55 PM

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના અંગત જીવનના કારણે સતત ચર્ચામાં રહે છે. રીલ લાઈફમાં તે કોઈ નિપુણ કલાકારથી કમ નથી. પરંતુ, રિયલ લાઈફમાં નવાઝને લઈને આવા સમાચારો આવી રહ્યા છે જેના કારણે લોકોની નજરમાં તેની ઈમેજ ક્યાંકને ક્યાંક બદલાઈ રહી છે. હાલમાં જ તેની પત્ની આલિયાએ ઘરેલુ વિવાદને કારણે તેના પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે અભિનેતાની નોકરાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રડી રહી છે અને દુનિયા સામે પોતાનો ભૂતકાળ સંભળાવી રહી છે. નવાઝુદ્દીનની નોકરાણી સપના જે તેના દુબઈના ઘરમાં કામ કરે છે તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: મેકઅપ કરાવતી વખતે સ્વેટર ગૂંથતી જોવા મળી કાજોલ, ફેન્સે કર્યા વખાણ, જુઓ Viral Video

ખરેખર, આ વીડિયો નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીના વકીલ રિઝવાને તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વકીલે એક લાંબુ નિવેદન પણ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નવાઝે સપનાની હાયરિંગ ખોટી રીતે કરી છે. વકીલનો દાવો છે કે નવાઝુદ્દીન સિદ્દીકીએ દુબઈના રેકોર્ડમાં સપનાનો ઉલ્લેખ અજાણી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કર્યો હતો.

જ્યારે, વાસ્તવમાં અભિનેતાએ સપનાને તેના બાળકોની સંભાળ રાખવા માટે રાખી હતી. થોડા સમય પહેલા આલિયા સિદ્દીકી બાળકો સાથે ભારત પરત આવી હતી, પરંતુ નોકરાણી સપના ત્યાં જ રહી હતી. જે બાદ હવે તેણે વીડિયો દ્વારા મદદની વિનંતી કરી છે.

સપનાએ વીડિયો બનાવીને વિનંતી કરી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સપના કહેતી જોવા મળી રહી છે કે, ‘હું સપના વાત કરી રહી છું. હું નવાઝુદ્દીન સરના ઘરે ફસાઈ ગઈ છું. મેડમ ગયા પછી સર મને વિઝા આપ્યા હતા. મારા પગારમાંથી વિઝાના પૈસા કપાઈ રહ્યા છે. મને બે મહિનાથી પગાર મળ્યો નથી. જેના કારણે મને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દીદી હમણાં જ ગઈ છે, તે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી હતી.

તેમને ભારત જવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. તે પણ ભારે મુશ્કેલી સાથે ભારત પહોંચી છે. અત્યારે હું અહીં એકલી છું. મારી પાસે ખાવાના પણ પૈસા નથી. હું તમને વિનંતી કરું છું કે મને અહીંથી બહાર કાઢો અને મારે મારો પગાર જોઈએ છે. મારે મારા ઘરે ભારત જવું છે. મારે જવા માટે ટિકિટ અને પગારની જરૂર છે. હું તમારી સામે આ વિનંતી કરું છું’.

Published On - 11:53 pm, Sun, 19 February 23