હજી જીવે છે અભિનેતા Vikram Gokhale, મૃત્યુના સમાચારને પરિવારે ગણાવ્યા ખોટા

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા Vikram Gokhaleના નિધનના સમાચારને તેમની પત્નીએ ખોટા ગણાવ્યા છે. મીડિયા સાથે વાત કરતા અભિનેતાની પત્ની વૃષાલી ગોખલેએ કહ્યું કે તે (વિક્રમ) હજુ જીવિત છે.

હજી જીવે છે અભિનેતા Vikram Gokhale, મૃત્યુના સમાચારને પરિવારે ગણાવ્યા ખોટા
Actor Vikram Gokhle
| Edited By: | Updated on: Nov 24, 2022 | 7:04 AM

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેના નિધનના સમાચારને તેમની પત્નીએ ખોટા ગણાવ્યા છે. મીડિયા સાથે વાત કરતાં અભિનેતાની પત્ની વૃષાલી ગોખલેએ કહ્યું કે તે (વિક્રમ) હજી જીવિત છે. વૃષાલીએ કહ્યું, ‘ગઈકાલે બપોરે તે કોમામાં ચાલ્યા ગયા હતા. ત્યારથી તેણે સ્પર્શનો જવાબ આપ્યો ન હતો. તે વેન્ટિલેટર પર છે. કાલે સવારે ડૉક્ટર નક્કી કરશે કે શું કરવું. વૃષાલીએ ખુલાસો કર્યો કે, વિક્રમ ગોખલે 5 નવેમ્બરથી દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે.

તેની પત્નીએ વધુમાં જણાવ્યું કે, વિક્રમની હેલ્થમાં થોડો સુધારો થયો હતો પરંતુ તેની હેલ્થ ફરી ખરાબ થઈ ગઈ હતી. તેને હૃદય અને કિડની જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. હાલમાં તેના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. વૃષાલી ગોખલેએ વધુમાં જણાવ્યું કે, તેમના પતિ વિક્રમની ઉંમર 82 વર્ષની નહીં પરંતુ 77 વર્ષની છે. તેણે કહ્યું કે, મારી દીકરી સાન ફ્રાન્સિસ્કોથી આવી છે અને બીજી અહીં પુણેમાં છે.

સોશિયલ મીડિયા પર ફેલાયા મૃત્યુના સમાચાર

આ પહેલા વિક્રમના મૃત્યુના સમાચાર આખા સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા હતા. તે 15 દિવસ સુધી ડોક્ટરોની દેખરેખમાં હતા. તેમની બગડતી તબિયત વિશે જાણ્યા પછી બધા નિરાશ થઈ ગયા. તેના ચાહકો તેના સારા સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.

30 ઓક્ટોબરે ઉજવ્યો 82મો જન્મદિવસ

30 ઓક્ટોબર 2022ના રોજ, તેમણે તેમનો 82મો જન્મદિવસ ઉજવ્યો. વિક્રમ ગોખલે માત્ર બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ મરાઠી થિયેટરની દુનિયામાં પણ જાણીતો ચહેરો છે.

આ ફિલ્મોમાં છે અભિનયનો જાદુ

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે અગ્નિપથ, હમ દિલ દે ચૂકે સનમ અને ભૂલ ભુલૈયા જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા.