
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જિયો સ્ટુડિયોએ એક ટ્રેલર રિલીઝ કર્યું છે, જેમાં તેમના આગામી પ્રોજેક્ટ્સ જોવા મળ્યા છે. જેમાં શાહરૂખ ખાનની ડાંકી, શાહિદ કપૂરની બ્લડી ડેડી, જેનું પોસ્ટર હાલમાં જ સામે આવ્યું છે. વરુણ ધવનની ભેડિયા 2, કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂરની ભૂલ ચૂક માફ, શાહિદ કપૂર અને કૃતિ સેનનની અનટાઈટલ્ડ, સ્ત્રી 2 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય અમિતાભ બચ્ચનની સેક્શન 84, આર માધવનની હિસાબ બરાબર, વિક્કી કૌશલ અને સારા અલી ખાનની ઝરા હટકે ઝરા બચકે, વિક્રાંત મેસી અને મૌની રોયની બ્લેકઆઉટ જેવી ફિલ્મોના નામ સામેલ છે.
આ યાદીમાં લાલ બત્તી, એક રાજનિતિક થ્રિલર, યુનિયનઃ ધ મેકિંગ ઓફ ઈન્ડિયા, રફુચક્કર, બજાઓ, ધ મેજિક ઓફ શેરી, ડોક્ટર્સ, અને બીજી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.તમને જણાવી દઈએ કે, ચાહકો ઘણા સમયથી ડંકીની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે ટ્રેલરમાં રાજકુમાર હિરાણી સાથે શાહરૂખ ખાનની ઝલક જોયા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે અને વીડિયો પર પોતાની પ્રતિક્રિયા બતાવી રહ્યા છે.
આ પણ વાંચો : શું છે Parineeti Chopraના ફિટનેસનું રહસ્ય? 86 કિલો વજન પછી 58 કિલો વજન કેવી રીતે કર્યું
વર્ષ 2018માં, ફિલ્મ સ્ત્રી રીલિઝ થઈ હતી, જે દર્શકોને પસંદ આવી હતી. અમર કૌશિક દિગ્દર્શિત સ્ત્રી એક હોરર-કોમેડી હતી, જેના ગીતો પણ હિટ થયા હતા. દર્શકો લાંબા સમયથી ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ અપડેટ આવ્યું ન હતું. આવી સ્થિતિમાં હવે શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી’ એટલે કે ‘સ્ત્રી 2’ની સિક્વલ 31 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે.
વરુણ ધવન, કૃતિ સેનન અને અભિષેક બેનર્જીની ફિલ્મ ભેડિયા 25 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થઈ હતી. તે બોલિવૂડની કોમેડી ફિલ્મ હતી, જેનું નિર્દેશન અમર કૌશિક દ્વારા કરવામાં આવ્યું હતું. જિયો સ્ટુડિયોના ઈવેન્ટમાં ફિલ્મની સિક્વલની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન વરુણ સ્ટેજ પર આવ્યો અને પૂરી એનર્જી સાથે ફિલ્મની સિક્વલનું સરપ્રાઈઝ આપ્યું. આ દરમિયાન વરુણે ફરી એકવાર ભેડિયાનો અવાજ કર્યો. ફિલ્મની રિલીઝની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 2025માં રિલીઝ થશે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો