
Bawaal Trailer: વરુણ ધવન (Varun Dhawan) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) છેલ્લા કેટલાક સમયથી તેમની અપકમિંગ ફિલ્મ ‘બવાલ’ને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટીઝર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે જે ફિલ્મના નામ જેવું જ છે. મેકર્સે રવિવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જેને વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કર્યું છે. આ એક લવ સ્ટોરી ફિલ્મ બનવા જઈ રહી છે, જેને મેકર્સે વર્લ્ડ વોર સાથે જોડતા રજૂ કરી છે.
(VC: Varun Dhawan Instagram)
વરુણ ધવન અને જાહ્નવી કપૂરની આ ફિલ્મનું ટ્રેલર તમે જોઈ શકો છો. ટ્રેલરની શરૂઆત લખનૌના રહેવાસી અજ્જુ ભૈયાથી થાય છે. જુઠ્ઠના સહારે તેને પોતાના વિસ્તારમાં પોતાનું નામ બનાવ્યું છે. જો આપણે અજ્જુ ભૈયાના વ્યવસાય વિશે વાત કરીએ તો તેઓ એક શિક્ષક છે અને શાળામાં બાળકોને ઈતિહાસ શીખવે છે. પરંતુ તેના ઈતિહાસની જાણકારી જોઈને તને હસી હસીને લોટપોટ થઈ જશો.
ટ્રેલરમાં આગળ જાહ્નવી કપૂરની એન્ટ્રી છે, જે નિશા નામની છોકરીનું શાનદાર પાત્ર ભજવી રહી છે. અજ્જુ ભૈયા નિશાના પ્રેમમાં પડે છે. પરંતુ અહીં સમસ્યા એ છે કે બંનેની પસંદગી એકદમ અલગ છે. અજ્જુને વિરાટ કોહલી ગમે છે, નિશાને રાહુલ દ્રવિડ ગમે છે, અજ્જુને ફેરારી ગમે છે, નિશાને સ્કૂટી, અજ્જુને ઠંડુ હવામાન પસંદ છે તો નિશાને વરસાદ. પરંતુ બંને લગ્ન કરે છે, ત્યારબાદ બંને યુરોપમાં સેટલ થાય છે અને પછી તેમના સંબંધોમાં ‘બવાલ’ શરૂ થાય છે, જેને મેકર્સે વર્લ્ડ વોર સાથે જોડતા સ્ટોરી રજૂ કરી છે.
આ પણ વાંચો : Viral Video : અક્ષય કુમારે શેર કર્યો એક ખાસ વીડિયો, કેપ્શને જીત્યું ફેન્સનું દિલ
ટ્રેલર જોઈને લાગે છે કે દર્શકોને આ ફિલ્મમાં એક રસપ્રદ લવ સ્ટોરી જોવા મળશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો પર 21 જુલાઈના રોજ રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે વરુણ અને જાહ્નવીની આ પહેલી ફિલ્મ છે.