Urvashi Rautela Necklace: ઉર્વશી રૌતેલાના મગરવાળા નેકલેસની કિંમત છે 200 કરોડ, આ છે ખાસિયતો, ટ્રોલ થવા પર તોડ્યું મૌન

|

May 18, 2023 | 6:09 PM

Urvashi Rautela Necklace Price: એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ (Urvashi Rautela) પોતાના કાન્સ લુકથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જ્યારે ઉર્વશી રેડ કાર્પેટ પર પહોંચી ત્યારે તેના ડ્રેસ કરતાં તેના મગરવાળા નેકલેસની વધુ ચર્ચા થઈ હતી.

Urvashi Rautela Necklace: ઉર્વશી રૌતેલાના મગરવાળા નેકલેસની કિંમત છે 200 કરોડ, આ છે ખાસિયતો, ટ્રોલ થવા પર તોડ્યું મૌન
Urvashi Rautela

Follow us on

Urvashi Rautela Necklace Price: ઉર્વશી રૌતેલા ગઈકાલે રાત્રે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે સુંદર પિંક કલરનું ગાઉન પહેરીને પહોંચી હતી. જ્યારે એક્ટ્રેસ ત્યાં પહોંચી તો હંમેશાની જેમ લોકોની નજર તેના પર જ ટકેલી હતી. પરંતુ આ વખતે કંઈક અલગ હતું. ઉર્વશીએ તેના ગળામાં નેકલેસ પહેર્યો હતો અને તે કોઈ સામાન્ય નેકલેસ ન હતો, પરંતુ તેણે મગરની ડિઝાઈનવાળો નેકલેસ પહેર્યો હતો. હવે ઉર્વશીના આ નેકલેસની કિંમત પણ સામે આવી ગઈ છે.

ઉર્વશીને તેના ગળામાં મગરની જ્વેલરી પહેરવી પણ મુશ્કેલ લાગી. 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી તેની તસવીરો સામે આવતાં જ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. ઘણા લોકો આ મગરના નેકલેસને ગરોળી સમજતા હતા. સોશિયલ મીડિયા પર ઉર્વશીની મજાક ઉડાવવામાં આવી હતી.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ટ્રોલ થવા પર તોડ્યું મૌન

ઉર્વશી રૌતેલા તેના વિન્ટેજ નેકલેસ માટે સતત ટ્રોલ થઈ રહી છે. હવે મૌન તોડતા એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ લખ્યું છે કે ‘હું તમામ મીડિયા સભ્યોને કહેવા માંગુ છું કે મારા આ મગરના નેકલેસ સાથે લાગણી જોડાયેલી છે. આ સાથે ઉર્વશીએ હાથ જોડવાવાળું ઈમોજી પણ શેર કર્યું છે.

200 કરોડ છે નેકલેસની કિંમત

ભલે લોકો ઉર્વશીને આ પ્રકારની જ્વેલરી પહેરવા બદલ ટ્રોલ કરી રહ્યાં છે, પરંતુ તેની કિંમત અને ખાસિયત હેરાન કરનારી છે. રિપોર્ટ્સ મુજબ તેની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા છે. આ નેકલેસ ફ્રાન્સની લક્ઝરી ફર્મ કાર્ટિયર દ્વારા બનાવવામાં આવ્યો છે અને કંપનીએ તેને બનાવવા માટે લગભગ 20 મિલિયન યુરો એટલે કે 179 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ઓરિજિનલ નેકલેસ એ કાર્ટિયર બ્રાન્ડના આઉટસ્ટેન્ડિંગ કલેક્શન એન્ટિક જ્વેલરીનો એક ભાગ છે. આ નેકલેસને સૌથી પહેલા વર્ષ 2018માં રજૂ કરવામાં આવ્યો હતો. આ નેકલેસના માત્ર એક મગર બનાવવા માટે હજારથી વધુ કટ ફેન્સી યલો ડાયમંડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં 18 કેરેટ યલો ગોલ્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Zara Hatke Zara Bachke: સારા અલી ખાને જણાવ્યા છૂટાછેડાના ફાયદા, જુઓ Video

પહેલીવીર આ એક્ટ્રેસે પહેર્યો હતો નેકલેસ

નેકલેસમાં 60.02 કેરેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોર્બ્સ મુજબ બીજા મગરમાં 18-કેરેટ વ્હાઈટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના પર 66.86 કેરેટ વજનના નીલમણિ મૂકવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે મેક્સીન એક્ટ્રેસ મારા ફેલિક્સે પણ આવો જ મગરનો હાર પહેર્યો હતો. વર્ષ 1980માં તેણે પોતાના ગળામાં બે મગરમચ્છનો હાર પહેરાવીને બધાને ચોંકાવી દીધા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article