Viral Video: એરપોર્ટ પર પાપારાઝી સામે ડાન્સ કરતી જોવા મળી ઉર્વશી રૌતેલા, યુઝર્સે કહ્યું ઋષભ ભાઈને મળવા જઈ રહ્યા છો?

Viral Video: ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) એરપોર્ટ પર પાપારાઝી સામે ડાન્સ કરતી જોવા મળી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્વશીએ રેડ કટ ડ્રેસ પહેર્યો છે.

Viral Video: એરપોર્ટ પર પાપારાઝી સામે ડાન્સ કરતી જોવા મળી ઉર્વશી રૌતેલા, યુઝર્સે કહ્યું ઋષભ ભાઈને મળવા જઈ રહ્યા છો?
Urvashi Rautela
| Edited By: | Updated on: Apr 19, 2023 | 6:26 PM

ઉર્વશી રૌતેલા અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ તેના ચર્ચામાં રહેવાનું કારણ તેના કામ અને અભિનય કરતા વધુ ક્રિકેટર ઋષભ પંત છે. તેનું નામ દરરોજ ઋષભ સાથે જોડાય છે. એટલું જ નહીં, જ્યારે એક્ટ્રેસ ક્યાંક જાય છે, ત્યારે તેને વારંવાર ઋષભ પંતના નામ વિશે સવાલો પૂછવામાં આવે છે.

ઋષભ પંતના ફેન્સ તેને બહુ પસંદ નથી કરતા. તે ઘણીવાર કહેતી જોવા મળે છે કે તે ઋષભ પંતને પસંદ કરે છે. આ વાતમાં કેટલું સત્ય છે તે હવે માત્ર તે જ જાણે છે. હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એરપોર્ટ પર જોવા મળી રહી છે. આ વીડિયોમાં ઉર્વશીએ રેડ કટ ડ્રેસ પહેર્યો છે. આ સાથે ઉર્વશીએ ચહેરા પર માસ્ક અને બ્લેક ગોગલ્સ લગાવ્યા છે.

અહીં જુઓ વીડિયો

પાપારાઝી સામે ડાન્સ કરતી જોવા મળી ઉર્વશી

આ વીડિયોમાં ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર પાપારાઝી સામે ડાન્સ કરતી જોવા મળી છે. આ વીડિયો વાયરલ થતાં જ ફેન્સના રિએક્શન સામે આવી રહ્યા છે. આ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તેની ચાલવાની સ્ટાઈલની મજાક ઉડાવી તો ઘણા લોકોએ તેને ઋષભ પંતના નામે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

આ પણ વાંચો: Album sanak controversy : સિંગર બાદશાહે ‘શિવજી’નું નામ વાંધાજનક શબ્દો સાથે જોડ્યું, આલ્બમ ‘સનક’ પર છેડાયો વિવાદ, શિવ ભક્તો નારાજ

યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે ‘ઋષભ પંતને મળીને ખુશ થઈ લાગે છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘કદાચ ઋષભ ભાઈને મળવા જઈ રહી છે’. આ સિવાય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું છે કે ‘મેમ, આ એરપોર્ટ રેમ્પ નથી’. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે ઉર્વશી રૌતેલાનું નામ ઋષભ સાથે જોડાયું હોય. આ પહેલા પણ તેને ઘણી વખત ક્રિકેટરના નામે ટ્રોલ કરવામાં આવી છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 6:21 pm, Wed, 19 April 23