ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતના માર્ગ અકસ્માત બાદથી અભિનેત્રી ઉર્વશી રૌતેલાની પોસ્ટ હેડ લાઈનમાં રહે છે. તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાએ તેણે હોસ્પિટલનો ફોટો શેર કર્યો હતો. જ્યાં પંત મુંબઈ હોસ્પિટલમાં દાખલ છે. હવે તેની માતાએ પણ આવું જ કંઈક કર્યું છે. ઉર્વશીની માતા મીરા રૌતેલાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી અટકળો શરૂ થઈ છે. યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
ઉર્વશી રૌતેલાની માતા મીરા રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર બે ફોટો પોસ્ટ કર્યો છે. પ્રથમ ફોટોમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલનો છે. આ એ જ હોસ્પિટલ છે જ્યાં પંતની સારવાર ચાલી રહી છે. ઉર્વશીએ અગાઉ પણ આ હોસ્પિટલનો ફોટો શેર કર્યો હતો. હવે તેની માતાએ ફોટો શેર કરીને અનેક સવાલો ઉભા કર્યા છે. આ સિવાય મીરા રાજપૂતે બીજો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે મંદિર પરિસરમાં ઉભેલી જોવા મળી રહી છે.
મીરા રૌતેલાએ બંને ફોટો શેર કરી અને લખ્યું, “બધું સારું થઈ જશે ઉર્વશી રૌતેલા ચિંતા ન કરો.” જે હોસ્પિટલમાં પંત દાખલ છે તે અને મંદિરનો ફોટો શેર કરવાની સાથે આ પ્રકારનું કેપ્શન લખવાનું કારણ શું છે, તે તો મીરા રૌતેલાને ખબર હોવી જોઈએ, પરંતુ આખું વાક્ય સમજીને એવું લાગે છે કે મીરા એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે ઉર્વશી પંતના અકસ્માતથી ચિંતિત છે. જો કે આમાં કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે.
એક યુઝરે લખ્યું કે, “આ વાત કોલ અથવા વોટ્સએપ દ્વારા કહી શકાય.” ટ્રોલ કરતી વખતે બીજાએ લખ્યું, “ઓરિજિનલ આઈડી પરથી આવો, ઉર્વશી.” આ પોસ્ટની ટીકા કરતા એક યુઝરે લખ્યું, “બીજી એક વિવાદાસ્પદ પોસ્ટ. તમે લોકોએ કેવું નાટક રચ્યું છે. એકે લખ્યું, “શું મજાક છે.” રિષભ પંતને મેદાનમાં પરત ફરતા હજુ વધુ સમય લાગી શકે છે. એટલે કે અકસ્માતને કારણે તેનું લગભગ આખું વર્ષ ક્રિકેટથી દૂર રહીને જ પસાર થઈ જશે.