
તુનિષાની આત્મહત્યા બાદ અનેક સવાલો ઊભા થયા છે અને પોલીસ હવે આ કેસમાં મર્ડર કે સુસાઇડ અંગે તપાસ કરી રહી છે. 21 વર્ષીય ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા શીજાન ખાને પોલીસ કસ્ટડીમાં ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. શીજાન ખાને પોલીસને કહ્યું કે તુનિષા શર્મા સાથે તેને પ્રેમ સંબંધ હતો.
પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી પરંતુ આજકાલ પ્રેમ એક ગુનો હોય તેવું સાબિત થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા શ્રદ્ધા મર્ડર કેસ સામે આવ્યો હતો. જેમાં આફતાબ-શ્રદ્ધાને મોતને ઘાટ ઉતારી હતી. બંન્ને દિલ્લીમાં રહેતા હતા અને બંન્ને વચ્ચે રિલેશનશીપ પણ હતી. પરંતુ એવી કોઈ ઘટના બની કે, અફતાબે શ્રદ્ધાને મોતને ધાટ ઉતારી હતી. આ અંગે પોલીસ હજુ પણ જવાબો શોધી રહી છે. ત્યારે હવે માત્ર 21 વર્ષની અભિનેત્રીના સુસાઈડથી સૌ કોઈ ચિંતિત છે.
આ વચ્ચે હવે પ્રેમી પંખીડાઓ પણ મુશ્કિલીમાં મુકાઈ રહ્યા હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.
પ્રેમી પંખીડામાં એ ભય ફેલાયો છે કે, જો તેનો પ્રેમી કે પછી પ્રેમીકા બંન્ને વચ્ચે કાંઈ અણબનાવ બને છે અને ખોટું પગલું (આત્મહત્યા) કરશે, તો તેના માટે તે પોતે જવાબદાર ગણાશે. કારણ કે, બંન્ને એકબીજાને પ્રેમ કરે છે. એક વેબસાઈટ પર સાવલો ઉભા થઈ રહ્યા છે. કલાકો પહેલા જ એક છોકરાએ માહિતી શેર કરતા કહ્યુ કે, હું 19 વર્ષનો છું હું એક છોકરીને પ્રેમ કરતો હતો અને કોઈ કારણસર અમારું બ્રેકઅપ થયું તો હવે તે માનસિક રીતે હતાશ છે. જો તેણે આત્મહત્યા કરી અથવા તે કોઈ કારણસર મૃત્યુ પામે તો હું જેલમાં જાઉં કે નહીં આવા સવાલો હાલમાં ચર્ચાનું કારણ બન્યા છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શીજાન ખાને પોલીસને જણાવ્યું હતું કે તેનો અને તુનિષા શર્માનો પ્રેમ સંબંધ હતો. જે લાંબો ટકવાની અસમર્થતાને કારણે, માત્ર ત્રણ મહિનામાં જ સમાપ્ત થઈ ગયો હતો. શીજાન ખાને જણાવ્યું કે બંને વચ્ચે ઉંમરનું અંતર હતું, કારણ કે શીજાન ખાન 27 વર્ષનો હતો, જ્યારે તુનીષા 21 વર્ષની હતી. શીજાને કહ્યું કે તેમની વચ્ચેનો પ્રેમ સંબંધ સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ બંને વચ્ચે સારા સંબંધો જળવાઈ રહ્યાં હતા અને વાતચીત કરતા હતા. મુંબઈ પોલીસ શીજાન ખાન દ્વારા કરવામાં આવેલા દાવાની ચકાસણી કરી રહી છે.