સાત વર્ષથી રણબીર કપૂર (Ranbir Kapooor) અને આલિયા ભટ્ટના ફેન્સ તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. કાલે એટલે કે 15 જૂને અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું (Brahmastra) ટ્રેલર રિલીઝ થશે. 3Dમાં રિલીઝ થનારા આ ટ્રેલરમાં શું થવાનું છે તેની માહિતી ઈન્ડિયા ટુડેએ એક રિપોર્ટમાં આપી છે. રણબીર અને આલિયાની (Alia Bhatt) ફેન્ટેસી ફિક્શન ફિલ્મમાં શાનદાર VFX અને CGIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં દર્શકોને સારા અને ખરાબ વચ્ચેની લડાઈ જોવા મળશે. આ અનોખી લડાઈ બતાવવા માટે મેકર્સે સ્પેશિયલ ઈફેક્ટ્સનો જોરદાર ઉપયોગ કર્યો છે.
બ્રહ્માસ્ત્ર કાલ્પનિક વિશ્વની ખૂબ જ સુંદર વાર્તા છે. ફિલ્મના નિર્દેશક અયાને પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને આવી રોમેન્ટિક લવ સ્ટોરી બનાવી છે, જેને જોઈને દરેક ખુશ થઈ જશે. આ વાર્તામાં રણબીર કપૂર અને આલિયા બે મહત્વના પાત્રો છે. આ વાર્તામાં રણબીર શિવ બન્યો છે, જ્યારે આલિયા ઈશાનો રોલ કરી રહી છે. આગામી ટ્રેલરમાં ફેન્સ શિવ અને ઈશાની રોમેન્ટિક કિસ જોવાના છે. રણબીર અને આલિયાની આ પહેલી ઓન-સ્ક્રીન કિસ હશે.
બ્રહ્માસ્ત્ર કોઈ સુપરહીરો ફિલ્મ નથી. ફિલ્મમાં રણબીરનું પાત્ર શિવ ભગવાન શંકરથી પ્રભાવિત છે. અહીં આપણે ન તો કોઈને પાંખો વડે ઉડતા જોઈશું અને ન તો કોઈ ગેજેટ વડે દુશ્મનો સાથે લડતા જોઈશું. ફેન્ટેસી ફિલ્મ હોવા છતાં, આ ફિલ્મ સામાન્ય ફેન્ટેસી ફિક્શન અને સુપરહીરો ફિલ્મોથી સંપૂર્ણ અલગ છે.
અમિતાભ બચ્ચનનો અવાજ અને તેમની હાજરી રણબીર અને આલિયાના આ ટ્રેલરને વધુ ખાસ બનાવે છે. તે શિવના ગુરુની ભૂમિકા ભજવી રહ્યો છે. સારા અને ખરાબની લડાઈમાં શિવ અને તેના માર્ગદર્શક સારા લોકોની ટીમનો એક ભાગ છે, જ્યારે નાગીન એકટ્રેસ મૌની રોય ખરાબ લોકોમાં સામેલ છે. મૌનીનું આ પાત્ર નાગિન સિરિયલની યાદ અપાવે છે, પરંતુ બ્રહ્માસ્ત્રમાં તે વધુ સારી દેખાય છે અને અહીં તેનું પાત્ર વધુ ડરાવે તેવું હશે.
શાહરૂખ ખાન આ ફિલ્મમાં એક વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેની ભૂમિકા ફિલ્મની વાર્તાના ગ્રાફ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ભૂમિકા ઓછામાં ઓછી 15-20 મિનિટની છે. સુપરસ્ટારે થોડા મહિનાઓ પહેલા તેના ભાગનું શૂટિંગ પૂરૂ કર્યું છે અને તે ફિલ્મની રિલીઝની સંપૂર્ણ રાહ જોઈ રહ્યો છે.