AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ek Badnaam-Aashram 3 : હવે વિદેશમાં ધુમ મચાવશે આશ્રમ 3, જાણો સિરીઝ ક્યાં સ્ટ્રીમિંગ થશે

તમને જણાવી દઈએ કે, આ (Aashram)સિરીઝના ત્રણ ભાગો દર્શકોને ખુબ પસંદ આવ્યા છે, આ સિરીઝમાં બોબી દેઓલ, અદિતિ પોહનકર, ચંદન રોય, સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયનકા, ઈશા ગુપ્તા જેવા કલાકારો મુખ્ય ભુમિકામાં છે.

Ek Badnaam-Aashram 3 : હવે વિદેશમાં ધુમ મચાવશે આશ્રમ 3, જાણો સિરીઝ ક્યાં સ્ટ્રીમિંગ થશે
હવે વિદેશમાં ધુમ મચાવશે આશ્રમ 3, જાણો સિરીઝ ક્યાં સ્ટ્રીમિંગ થશે Image Credit source: instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 5:44 PM
Share

Ek Badnaam-Aashram 3: બાબા નિરાલાનું નામ હવે દરેક લોકો જાણે છે, ભારતમાં એમએક્સ પ્લેયરની આ ઓરિજનલ સીરિઝે ઈતિહાસ રચ્યો છે અને હવે આ સિરીઝ સાત સમુદ્ર પાર ધમાલ મચાવશે, હા નિરાલા બાબાના દર્શન હવે વિશ્વમાં થશે, તમને જણાવી દઈએ કે, (Ek Badnaam – Aashram 3) 33 દેશમાં પણ સ્ટ્રીમ થશે, બોબી દેઓલ (Bobby Deol)ની આ સિરીઝનો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

32 કલાકમાં આશ્રમ 3ને 100 મિલિયન વ્યુ મળ્યા

આશ્રમ સિરીઝ ઓટીટી પર રિલીઝ થઈ તો માત્ર 32 કલાકની અંદર 100 મિલિયન દર્શકોનો પ્રેમ મળ્યો હતો. હવે વધુ એક ઈતિહસ રચવા જઈ રહી છે. જ્યારે સિરીઝ 33 દેશોમાં રિલીઝ થઈ છે, ભારતીય ઓટીટી પર સૌથી વધુ જોવાયેલી સિરીઝ બની ચૂકી છે, તમને જણાવી દઈએ કે,એમએક્સ પ્લેયરમાં આ સિરીઝ ફ્રી છે, જો તમારે વિદેશમાં આ પ્લેટફોર્મ પર કોઈ સરિઝ ફિલ્મ જોવી છે તો તેનું સબ્સ્ક્રિપ્શન લેવું પડશે

સિરીઝની સીઝન 4 માં આશ્રમની ઝલક સામે આવી

View this post on Instagram

A post shared by Bobby Deol (@iambobbydeol)

સિરીઝની સીઝન 4 માં આશ્રમની ઝલક સામે આવી છે. આ સાથે આશ્રમ સીઝન 4નું ટીઝર પણ શુક્રવાર, 3 જૂને સામે આવ્યું હતુ. આ ટીઝર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. લગભગ 1 મિનિટના આ ટીઝરમાં એક પછી એક તમામ ટ્વિસ્ટ લોકોને જોવા માટે મજબૂર કરી દેનારા છે. ટીઝરમાં બાબાનું પાત્ર ભજવનાર એક્ટર બોબી દેઓલ (Bobby Deol)પોતાને ભગવાનનો દરજ્જો આપતો જોવા મળી રહ્યો છે. સીરિઝમાં બાકીના પાત્રોની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ બતાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, સીઝન 4 ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ થઈ શકે છે. વાત કરીએ ફિલ્મના રિલીઝ થયેલા ટીઝરની.

ટીઝર શેર થતાની સાથે જ ચાહકોએ સતત પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર આશ્રમના ચાહકો પણ ટીઝરના રિલીઝની ખુશી કોમેન્ટ દ્વારા શેર કરી રહ્યા છે.

ઈશા ગુપ્તા સોનિયાનું પાત્ર ભજવી રહી

આશ્રમમાં પોતાનું પાત્ર પૂરા દિલથી ભજવનાર અભિનેતાનું નામ છે બોબી દેઓલ. બોબી દેઓલે બાબા નિરાલાનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. જે આખી વેબ સિરીઝનું સૌથી પાવરફુલ કેરેક્ટર માનવામાં આવે છે. તેણે આ પાત્રને પડદા પર પૂરી જોરશોરથી જીવ્યું છે. બોબીએ બાબાના પાત્રની દરેક સૂક્ષ્મતા કેદ કરી છે. આ સિવાય ચંદન રોય સાન્યાલ ભોપા સ્વામીના રોલમાં છે. ઈશા ગુપ્તા સોનિયાનું પાત્ર ભજવી રહી છે. અદિતિ પોહનકર અને ત્રિધા ચૌધરીએ તેમના પાત્રો સાથે ન્યાય કરવાનો પ્રયાસ કર્યો છે. જે સિરીઝમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">