KGF નો રેકોર્ડ તૂટશે? 4 વર્ષ બાદ યશનું ‘ગ્રાન્ડ કમબેક’, ‘Toxic’ નું ટ્રેલર જોઈ ફેન્સ ઘેલા થયા

કેજીએફ (KGF) ફેમ રોકી ભાઈ એટલે કે 'યશ' પૂરા ચાર વર્ષના લાંબા વિરામ બાદ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટોક્સિક' (Toxic) સાથે સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. બેંગલુરુમાં યોજાયેલા ગ્રાન્ડ લોન્ચિંગ ઈવેન્ટમાં ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

KGF નો રેકોર્ડ તૂટશે? 4 વર્ષ બાદ યશનું ગ્રાન્ડ કમબેક, Toxic નું ટ્રેલર જોઈ ફેન્સ ઘેલા થયા
Image Credit source: AI Generated
| Updated on: Aug 08, 2026 | 8:55 PM

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પેન ઈન્ડિયા સ્ટાર બનેલા KGF ફેમ એક્ટર યશ પૂરા ચાર વર્ષ પછી ફિલ્મ Toxic થી ધમાકો કરવા આવી રહ્યો છે. Toxic વર્ષ 2026 ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. જણાવી દઈએ કે, ટોક્સિકનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. યશના ફેન્સને ટોક્સિકના ટ્રેલરની આતુરતાથી રાહ હતી, જે આખરે પૂરી થઈ ગઈ છે.

Toxic ફિલ્મ પોતાના પહેલા દિવસથી જ ચર્ચામાં છે અને જ્યારે ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ થયું હતું, ત્યારથી વિવાદોમાં પણ ઘેરાયેલી રહી. જો કે, હવે ફિલ્મનું ટ્રેલર જોયા પછી ફેન્સ માટે તેની રાહ જોવી વધુ મુશ્કેલ બની શકે છે. ટોક્સિકની ટીમે બેંગલુરુમાં લોન્ચિંગ ઈવેન્ટ પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે.

ટોક્સિકનું ટ્રેલર પોતાની પહેલી જ સેકન્ડથી દર્શકોને જકડી રાખવાનું કામ કરે છે. યશનો લુક અને તેમનો સ્ટાઈલ ફેન્સને KGF થી બિલકુલ અલગ બતાવે છે. એક્શન અને સ્ટંટથી ભરેલા ટોક્સિકના ટ્રેલરમાં યશ ફિલ્મની અભિનેત્રીઓ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યો છે.

5 અભિનેત્રી સાથે રોમાન્સ અને એક્શન!

ટ્રેલરમાં નયનતારા, કિયારા અડવાણી, રુકમિણી વસંત, તારા સુતારિયા અને હુમા કુરેશી પોતાના અલગ-અલગ અંદાજમાં દેખાઈ રહી છે. બીજી તરફ KGF નો ‘રોકી ભાઈ’ યશ સ્ટાઈલ અને સ્વેગથી દરેક સીનમાં લોકોનું દિલ જીતી રહ્યો છે. ટ્રેલર જોયા પછી દર્શકો માટે ફિલ્મની રાહ જોવી મુશ્કેલ બનવાની છે. જણાવી દઈએ કે, ફિલ્મ 26 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.

યશે 4 વર્ષથી નથી આપી કોઈ ‘ફિલ્મ’

જાણીને નવાઈ લાગશે કે, યશ છેલ્લે ‘KGF 2’ માં જોવા મળ્યો હતો, જે વર્ષ 2022 માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાલનું પ્રદર્શન કર્યું હતું. ધ્યાન દોરવા જેવું એ છે કે, જ્યાં કોવિડ 19 મહામારીના સમયે કોઈ પણ ફિલ્મો કમાણી કરી શકતી નહોતી, ત્યાં ‘KGF 2’ એ રેકોર્ડ તોડ કમાણી કરી હતી. આ સફળતા પછી યશ કોઈ પણ ફિલ્મમાં જોવા મળ્યો નથી. એવામાં દર્શકોને ‘ટોક્સિક’ થી ઘણી અપેક્ષાઓ છે.

Toxic વિશે જાણો

યશ સ્ટારર ફિલ્મ ટોક્સિકનું નિર્દેશન ગીતુ મોહનદાસે કર્યું છે. કેવીએન પ્રોડક્શન્સ અને મોન્સ્ટર માઈન્ડ ક્રિએશને મળીને ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મની ખાસ વાત એ પણ છે કે, તેમાં પાંચ અભિનેત્રી નયનતારા, કિયારા અડવાણી, રુકમિણી વસંત, તારા સુતારિયા અને હુમા કુરેશી છે, જે રોમાન્સની સાથે-સાથે એક્શન પણ કરતી જોવા મળશે.

1 કરોડના દેવામાં ડૂબ્યા, ઘરે આવતા હતા વસૂલીવાળા, ‘ગોલમાલ’ એક્ટ્રેસ સુસ્મિતા મુખર્જીએ ‘C-ગ્રેડ ફિલ્મો’ કરવા પાછળનું દર્દ વ્યક્ત કર્યું

Follow Us
Loading...
Unable to load recommendations.