Tiger 3 Trailer: આ વખતે દેશ માટે નહીં પરંતુ પરિવાર માટે લડશે ટાઈગર, શાનદાર ટ્રેલર થયું રિલીઝ, જુઓ Video

Tiger 3 Trailer: સલમાન ખાનની (Salman Khan) અપકમિંગ ફિલ્મ ટાઈગર 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં સલમાન ખાનની સાથે સાથે કેટરિના કૈફ અને ઈમરાન હાશમી પણ જોવા મળી રહ્યા છે. ફેન્સ લાંબા સમયથી ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તેના માટે ફેન્સનું એક્સાઈટમેન્ટ વધી ગયું છે. પરંતુ આ ટ્રેલરે આ સવાલ ઉભો કર્યો છે કે ટાઈગર આ વખતે દેશ માટે લડશે કે તેના પરિવાર માટે.

Tiger 3 Trailer: આ વખતે દેશ માટે નહીં પરંતુ પરિવાર માટે લડશે ટાઈગર, શાનદાર ટ્રેલર થયું રિલીઝ, જુઓ Video
Tiger 3 Trailer
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Oct 16, 2023 | 12:54 PM

Tiger 3 Trailer: સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ટાઈગર 3ની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે ફેન્સની રાહનો અંત આવ્યો છે. ટાઈગર 3 નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સલમાન ખાને પોતાના ફેન્સને એક શાનદાર ભેટ આપી છે. સલમાન ખાને ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની તૈયારીઓ સાથે પરત ફરી રહ્યો છે. ભાઈજાનની ધમાકેદાર એક્શન દર્શકોની અપેક્ષાઓ વધારી દીધી છે. ટાઈગર 3 દિવાળીના અવસર પર સ્ક્રીન પર રિલીઝ થવા માટે તૈયાર છે.

ટાઈગર ફ્રેન્ચાઈઝીની અગાઉની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. હવે ટાઈગર 3 પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે. ટ્રેલર જોઈને લાગે છે કે આ વખતે પણ સલમાનનો બોક્સ ઓફિસ પર દબદબો રહેશે. જે ટ્રેલર સામે આવ્યું છે તે ઘણું શાનદાર છે, જેમાં કેટરિના કૈફ અને ઈમરાન હાશમી પણ જોવા મળી રહ્યા છે.

અહીં જુઓ ટાઈગર 3નું ટ્રેલર

પરિવાર માટે લડશે ટાઈગર

ટાઈગર 3ના ટ્રેલરની શરૂઆતમાં એક મહિલાનો અવાજ સંભળાય છે અને તે કહે છે, “દેશની શાંતિ અને દેશના દુશ્મનો વચ્ચે કેટલું અંતર છે – માત્ર એક માણસ.” ત્યારબાદ બાઈક પર ટાઈગરની એન્ટ્રી થાય છે અને તે ધમાકો કરે છે.

છેલ્લા બે પાર્ટમાં અમે ટાઈગરને દેશ માટે લડતા જોયો હતો. પરંતુ આ ટ્રેલર પરથી આ સવાલ ઉભો થયો છે કે શું ટાઈગર આ વખતે દેશ માટે લડશે કે તેના પરિવાર માટે. થોડા દિવસો પહેલા ‘ટાઈગરનો મેસેજ’ના નામે એક વીડિયો સામે આવ્યો હતો. તેમાં પણ આવા જ સવાલો ઉઠી રહ્યા હતા કે ટાઈગર દેશભક્ત છે કે દેશદ્રોહી. ટાઈગર દેશવાસીઓ પાસેથી તેનું કેરેક્ટર સર્ટિફિકેટ માંગી રહ્યો હતો.

આ પણ વાંચો: Tiger 3 Trailer: આ વખતે દેશ માટે નહીં પરંતુ પરિવાર માટે લડશે ટાઈગર, શાનદાર ટ્રેલર થયું રિલીઝ, જુઓ Video

સલમાન ખાનને ટક્કર આપવા માટે આ વખતે ફિલ્મમાં ઈમરાન હાશમી પણ છે, જે ટ્રેલરમાં જ સલમાનની મુશ્કેલીમાં વધારો કરતો જોવા મળી રહ્યો છે. ઈમરાનનો લુક એકદમ એટ્રેક્ટિવ લાગી રહ્યો છે. આ ફિલ્મની રિલીઝને એક મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે. સલમાન ખાનની આ ફિલ્મ 12 નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:39 pm, Mon, 16 October 23