બોલિવૂડના આ સુપરહિટ ગીતો જન્માષ્ટમીની ઉજવણીને બનાવશે ખાસ

|

Aug 18, 2022 | 3:54 PM

Janmashtami 2022 Bollywood Songs: જન્માષ્ટમી પર બોલીવુડમાં ફિલ્મોની સાથે સાથે ઘણા ગીતો (Bollywood songs) પણ બનાવવામાં આવ્યા છે, જે માત્ર પસંદ જ નથી થયા પણ સુપરહિટ પણ થયા છે.

બોલિવૂડના આ સુપરહિટ ગીતો જન્માષ્ટમીની ઉજવણીને બનાવશે ખાસ
ayushmann khurrana radhe radhe song

Follow us on

કૃષ્ણના જન્મની ખુશીમાં ઉજવાતી જન્માષ્ટમી (Janmashtami) આ વખતે 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહી છે. દેશભરમાં જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. અનેક સ્થળોએ મંદિરોમાં ઝાંખીઓ જોવા મળી રહી છે, તો સર્વત્ર મટકી ફોડવાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ભગવાન કૃષ્ણના જન્મની ખુશીમાં નૃત્યનો માહોલ છે. બોલીવુડ ફિલ્મોની સાથે સાથે જન્માષ્ટમી પર ઘણા ગીતો (Bollywood songs) પણ બનાવવામાં આવ્યા છે, જે સુપરહિટ પણ સાબિત થયા છે. ભગવાન કૃષ્ણના જન્મદિવસના ખાસ અવસર પર આજે જન્માષ્ટમીના એવા ગીતોથી પરિચિત કરાવીએ છીએ જે સુપરહિટ રહ્યા હતા અને દર્શકોને હંમેશા પસંદ પણ આવ્યા હતા.

વો કિસના હૈ (કિસના)

જન્માષ્ટમીના તહેવારને વધુ ખાસ બનાવવા માટે બોલિવૂડ સોન્ગ ‘વો કિસના હૈ’ ખૂબ જ પોપ્યુલર છે. ભગવાન કૃષ્ણ અને રાધાનો પ્રેમ દર્શાવતું આ ગીત લોકોનું ફેવરિટ છે. સુખવિન્દર સિંઘે ગાયેલા આ ગીતમાં વિવેક ઓબેરોય અને ઈશા શરવાની છે. ઈસ્માઈલ દરબારે આ ગીત કંપોઝ કર્યું છે અને ગીતના બોલ જાવેદ અખ્તરે લખ્યા છે.

રાધા કૈસે ના જલે (લગાન)

આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘લગાન’નું રાધા કૈસે ના જલે ગીત કૃષ્ણ અને રાધાના પ્રેમને દર્શાવવા માટે છે. વર્ષ 2001માં રિલીઝ થયેલા આ ગીતમાં આમિર ખાન અને ગ્રેસી સિંહ છે. લતા મંગેશકર અને ઉદિત નારાયણે આ ગીત ગાયું છે, જ્યારે એ.આર. રહેમાન આ સુંદર ટ્રેકના સંગીતકાર છે. ગીતના બોલ જાવેદ અખ્તરે લખ્યા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

મોહે રંગ દો લાલ (બાજીરાવ મસ્તાની)

રાધાના કૃષ્ણ પ્રત્યેના પ્રેમને સ્વીકાર કરતો ભાવ બાજીરાવ મસ્તાની ફિલ્મનું આ ગીત જે તેની લાગણીને સુંદર રીતે કેપ્ચર કરે છે. દીપિકા પાદુકોણ અભિનીત આ ગીત પંડિત બિરજુ મહારાજ અને શ્રેયા ઘોષાલે ગાયું છે. સંગીત સંજય લીલા ભણસાલીએ આપ્યું છે, જ્યારે આ ગીતના બોલ સિદ્ધાર્થ-ગરિમાએ લખ્યા છે.

રાધે રાધે (ડ્રીમ ગર્લ)

આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા સ્ટારર ગીત ‘રાધે રાધે’ પણ જન્માષ્ટમી માટે ખૂબ જ સારું છે. ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’નું આ ગીત બતાવે છે કે કેવી રીતે કૃષ્ણ અને રાધા બંને એકબીજા વિના અધૂરા છે. આ ગીત મીટ બ્રધર્સ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે અને અમિત ગુપ્તા અને મીત બ્રધર્સ દ્વારા ગાયું છે, ગીતના બોલ કુમારે લખ્યા છે.

ગો-ગો ગોવિંદા (ઓહ માય ગોડ)

પ્રભુ દેવા અને સોનાક્ષી સિંહાનું અદ્ભુત ગીત ગો-ગો ગોવિંદા ડાન્સ પ્રેમીઓ માટે ખૂબ સરસ છે. ઓહ માય ગોડ ફિલ્મનું ગીત એક સમયે ખૂબ જ ફેમસ હતું.આ ફિલ્મમાં અક્ષય કુમારે કૃષ્ણનો રોલ કર્યો હતો. આ ગીત શ્રેયા ઘોષાલ અને અમન ત્રિખાએ સાથે ગાયું છે.

હર તરફ હૈ યે શોર, આયા ગોકુલ કા ચોર

ફિલ્મ વાસ્તવનું ગીત ‘હર તરફ હૈ શોર, આયા ગોકુલ કા ચોર’ જન્માષ્ટમી પર વિશેષ મટકી ફોડ કાર્યક્રમ દર્શાવે છે. ગીતનું સંગીત અને નૃત્ય જોઈને તમે પણ ભક્તિમય બની જશો અને માટલી ફોડવા ઊભા થઈ જશો. આ જન્માષ્ટમીએ તમે તેને તમારી પ્લેલિસ્ટમાં પણ સામેલ કરી શકો છો.

મૈયા યશોદા યે તેરા કન્હૈયા

ફિલ્મ હમ સાથ-સાથ હૈ માં કરિશ્મા કપૂર અને સૈફ અલી ખાન સ્ટારર આ ગીત રાધા-કૃષ્ણના નટખટ પ્રેમ પર દર્શાવવામાં આવ્યું છે. જેમાં સૈફ અલી ખાન કૃષ્ણ બન્યો છે અને કરિશ્મા રાધા બનીને યશોદા મૈયાને કૃષ્ણ વિશે ફરિયાદ કરી રહી છે.

Next Article